સુરતમાં જન્મી બાળકી વિદેશી અંગ્રેજી કેમ બોલે છે? રહેણી કરણી વિદેશીઓ જેવી.. પુનર્જન્મ કે ચમત્કાર પરિવારને શંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારમાં એવી બાળકીનો જન્મ થયો છે. જેની ભાષાને લઈને પરિવાર મુંઝવણમાં છે. હાલ એ બાળકી સાડા ત્રણ વર્ષની થઈ ગઈ છે પણ એ બાળકી ગુજરાતી કે હિન્દી ભાષા નથી બોલતી માત્ર અંગ્રેજી ભાષામાં જ વાત કરે છે.

ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન અંબાજી મંદિર અને ગબ્બર ભંડારાની આવક 50 લાખ કરતાં વધુ નોંધાઈ

પિતા હિરાઘસુ અને માતા ગૃહિણી, નથી જાણતા અંગ્રેજી પણ…
સુરતના પટેલ પરિવાર માટે જબ્બર દ્વીધા ઊભી થઈ છે. બાળકી અંગ્રેજી ભાષા ક્યાંથી શીખી ગઈ છે એ પરિવાર પણ નથી જાણતો. બાળકીના પિતા પરેશ પટેલ અને માતા નેન્સી બેન પટેલ અંગ્રેજી બોલતી પોતાની બાળકીને ઉછેરી રહ્યા છે ત્યારે એમને અંગ્રેજી ભાષાને લઈને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકી જ્યારથી બોલતી શરુ થઇ છે ત્યારથીએ વિદેશી ભાષા અંગ્રેજીમાં જ વાત કરે છે. બાળકીની માત્ર ભાષા જ અગ્રેજી નથી બલ્કિ ખાવાની સૂવાની અને સૂઈને ઉઠવાનો સમય પણ વિદેશી લોકોની જેમ છે. બાળકીના માતા પિતા બાળકીની ભાષા અને રહેણી કરણીને લઈને પુનર્જન્મ કે ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે. બાળકીના માતા પિતા પોતે અંગ્રેજી જાણતા નથી પણ બાળકીની અંગ્રેજી ભાષાના કારણે તેઓ પણ અંગ્રેજીના કેટલાક શબ્દો બોલતા શીખી ગયા છે. બાળકીના પિતા પરેશ ભાઈ ડાયમંડ વર્કર છે જ્યારે માતા ગૃહણી છે. એ લોકો ક્યારે પણ વિદેશ નથી ગયા એમના પરિવારમાંથી પણ કોઈ વિદેશ નથી ગયું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT