સુરત: બાળકી સાથે બળાત્કાર અને હત્યા કરનારાઓને કોર્ટે આપી ફાંસી-અંતિમ શ્વાસ સુધીની કેદ
સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20 ફરવરી 2022 રોજ દુષ્કર્મ બાદ બાળકી હત્યા મામલે બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20 ફરવરી 2022 રોજ દુષ્કર્મ બાદ બાળકી હત્યા મામલે બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો હતો. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવને ફાંસીની સજા ફટકારાઈ છે. જ્યારે અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ નામના આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન અંબાજી મંદિર અને ગબ્બર ભંડારાની આવક 50 લાખ કરતાં વધુ નોંધાઈ
બાળકી સાથે દુષ્કર્મમાં મદદ કરનારને પણ અંતિમ શ્વાસ સુધી કેદ
માસૂમ બાળાને બિલ્ડીંગમાં જ રહેતા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના ઉપર પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં દયાચંદ્ ઉમરાવ પટેલ તેમજ એક સંબધી કાળુરામ જાનકી પ્રસાદની ધરપકડ કરી લીધી હતી. જે બાબતે બારડોલી કોર્ટમાં કેસ ચાલતો હતો. જે બાબતે બારડોલી સેસન્સ કોર્ટે ચુકાદો સંભળવ્યો હતો. બે પૈકી મુખ્ય આરોપી અને બાળકીને પીંખી નાખનાર દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવાઈ હતી. જ્યારે અન્ય મદદગારી કરનાર આરોપુ કાલુરામ જનકીપ્રસાદ પટેલને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT