કાલે સવારે રાહુલ ગાંધી આવશે ફ્લાઈટથી સુરતઃ મોદી સમાજ પર ટિપ્પણી મુદ્દે કોર્ટમાં આપશે હાજરી
સુરત: સુરતની સેશન્સ કોર્ટે મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનીના મામલામાં ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો…
ADVERTISEMENT
સુરત: સુરતની સેશન્સ કોર્ટે મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનીના મામલામાં ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. આ દિવસે કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. આ દિવસે કોર્ટ પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે. કોર્ટના આદેશને પગલે આવતીકાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ફ્લાઈટમાં સુરત આવશે. દરમિયાન મગદલ્લા બ્રિજ નીચે એસવીએનઆઈટી કોલેજ અને કોર્ટની પાસે પૂજા અભિષેક અને પોઈન્ટ પર તેમનું સ્વાગત પણ થશે.
બિઝનેસમેન કુમાર મંગલમને અપાયું પદ્મ ભૂષણઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કર્યા સમ્માનિત
રાહુલ ગાંધીએ નકાર્યા હતા આરોપો
પોતાની ચૂંટણી રેલી દરમિયાન મોદી અટકને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ ત્રણ વખત સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. જો કે, રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં તેમના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા હતા. ચૂંટણી સભામાં આવું બોલવા પર તેમણે કહ્યું હતું કે, તેમને યાદ નથી.
લંડનઃ ભારતીય હાઈકમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હંગામો, સુરક્ષાકર્મીઓ પર શાહી ફેંકાઈ
13 એપ્રિલ, 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધાની સરનેમ કોમન છે. બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે વધુ બે સાક્ષીઓ કર્ણાટકના કોલારમાં તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર, જેમણે ભાષણ રેકોર્ડ કર્યું તેમના નિવેદનો રેકોર્ડ કર્યા. જે બાદ હવે રાહુલ ગાંધીની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટ ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. કોર્ટના આદેશને પગલે આવતીકાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ફ્લાઈટમાં સુરત આવશે. દરમિયાન મગદલ્લા બ્રિજ નીચે એસવીએનઆઈટી કોલેજ અને કોર્ટની પાસે પૂજા અભિષેક અને પોઈન્ટ પર તેમનું સ્વાગત પણ થશે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT