પરિવારે લાશનો અસ્વિકાર કરતા મહીસાગરની વિદ્યાર્થિનીની લાશને SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગર/વડોદરાઃ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધો.12ની વિદ્યાર્થિનીનો ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેળ મળી આવ્યો હતો. કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કંપની ઉઠ્યા હતા. યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સાથે જ દલિત સમાજે આજે મહીસાગર કલેક્ટર કચેરીમાં ન્યાયની માગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થિનીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેના પરિવારજનોએ પણ મૃતદેહ સ્વિકારવાની ના પાડી દીધી છે. પરિવારે લાશનો અસ્વિકાર કરતા તંત્રમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસ હવે આ મામલે પરિજનોને સમજાવી ન્યાય અપાવવા વિશ્વાસ આપીને લાશ સ્વિકારવા આગ્રહ કરશે. આ તરફ વિદ્યાર્થિનીના મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ વડોદરામાં કરવામાં આવ્યું હતું. પરિવારે લાશનો અસ્વિકાર કરતા તેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી આંદોલનની ચીમકી, જાણો શું છે કારણ

ખાનપુર તાલુકાના કારંટા ગામે નદીમાં કોથળામાં પુરીને ફેંકી દીધેલી દલિત યુવતીની લાશને મામલે દલિત સમાજ લાલઘૂમ થયો છે. વિદ્યાર્થિનીના મૃતદેહને વડોદરા ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે યુવતીના પરિવારજનોએ હવે મૃતદેહનો પણ અસ્વિકાર કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે દીકરીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારીએ. પરિવારના લોકો દ્વારા દીકરી પર દુષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. દલિત સમાજ પણ આ તરફ આકરો થયો હતો અને તેમણે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન આપ્યું હતું. સમાજ અને પરિવારે આ કૃત્ય કરનારાઓ જ્યાં સુધી ન ઝડપાય ત્યાં સુધી લાશને સ્વિકારવાની ના પાડી હતી.

કમોસમી વરસાદ બાબતે પાલ આંબલિયા એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર કહ્યું, 48 થી 72 કલાકમાં પાક નુકસાનીનો સર્વે કરાવો

શું બની હતી ઘટના
મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર નામની યુવતી ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક મહી નદીના કાંઠે દરવર્ષે યોજાનારા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે ચંદ્રિકા મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેના ચાર દિવસ વિત્યા પછી હવે મહીસાગર નદીની અંદરથી એક લાશ મળી આવી હતી. આ લાશે કોથળામાં બાંધેલી હતી અને નદીમાં ફેંકી દેવાઈ હતી. પોલીસ દ્વારા ગુમ યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી યુવતીના પરિવારજનો એ ત્યાં આવી અને જોતા તેમની દીકરીની લાશ હોય તેવું જણાઈ આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ, LCB તેમજ SOGની અલગ અલગ ટીમો ગુનાને લઈને તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ વીરેન જોશી.મહિસાગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT