કચ્છમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરોઃ જુઓ ધોધમાર વરસાદની તસવીરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ તસવીરો અંજાર-મુન્દ્રા નેશનલ હાઈવેની છે જ્યાં કમોસમી મુશળધાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે, તોફાની પવન સાથે પડેલા વરસાદને કારણે નેશનલ હાઈવે પર નદીઓની જેમ પાણી વહી રહ્યાં હોય તેવી તસવીરો સામે આવી છે. કમોસમી મુશળધાર વરસાદને કારણે હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

ખેતીમાં મોટું નુકસાન, વળતરની માગ
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ઘણી જગ્યાએ કરા પડ્યાના ચિત્રો પણ સામે આવ્યા છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત પણ ખરાબ છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં સતત આઠમા દિવસે કમોસમી મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાના ચિત્રો પણ સામે આવ્યા હતા. અચાનક કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતી, બાગાયત ખેતીમાં મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ વર્ષ પહેલેથી જ ખેતી બરબાદ થઈ ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.

ADVERTISEMENT

રવિપાકની લણણી શરૂ થઈ પણ…
હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસો સુધી કમોસમી વરસાદની ચેતવણીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં રવિ પાક તૈયાર છે અને તેની લણણી પણ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે રવિ પાક, શાકભાજી, ખેતપેદાશો અને ખેડૂતોના ઘાસચારાને ભારે નુકસાન થયું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT