ગુજરાતમાં 109 IASની બદલીના આદેશઃ વડોદરા કમિશનર સહિત જાણો કોને ક્યાં આપી બદલી
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈએએસ અધિકારીઓની બદલીનો ગણગણાટ સાંભળવામાં આવી રહ્યો હતો. આજે ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈએએસ અધિકારીઓની બદલીનો ગણગણાટ સાંભળવામાં આવી રહ્યો હતો. આજે ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં નજીકના સમયમાં આવેલી આ સૌથી મોટી બદલીઓના આદેશો છે. ઘણા જિલ્લાઓના કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના પદ પર પણ મોટા ફેરફારો થયા છે. ત્યારે આવો જાણીએ કયા અધિકારીને ક્યાં મળી છે ટ્રાન્સફર…
આ નવા આદેશ પ્રમાણે એગ્રીકલ્ચર, ફાર્મર વેલ્ફેરના એસીએસ (એડિશનલ ચીફ સેક્રેટરી) મુકેશ પુરીને હવે ગૃહ વિભાગમાં એસીએસ તરીકેનો પદભાર સોંપાયો છે. સાથે જ તેમને નર્મદા સરદાર સરોવર નીગમના એમડી તરીકેનો વધારાનો કાર્યભાર પણ સોંપાયો છે. એસ જે હૈદરને હવે ઈન્ડસ્ટ્રિઝ એન્ડ માઈન્સ વિભાગના એસીએસ તરીકે નિયુક્તિ મળી છે તેઓ હાલ હાયર એન્ડ ટેક્નીકલ એજ્યુકેશનના એસીએસ હતા. 1996 બેચના મુકેશ કુમારને અર્બન ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એસ જે હૈદરના સ્થાને કાર્યભાર સોંપાયો છે.
જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને મળશે 254 રૂપિયા ભાડુ, સરકાર દ્વારા કરવામાં આવી જાહેરાત
ઉપરાંત કમલ દાયાણીને જીએડીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અરૂણ સોલંકીને વેર હાઉસિંગ કોર્પોરેશનના એમડી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. 2007 બેચના દિલીપ કુમાર રાણાને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. સાથે જ જુનાગઢના નવા કલેક્ટર તરીકે અનિકુમાર રાણાવસિયાને કામગીરી સોંપાઈ છે. ત્યારે અહીં જુઓ 109 અધિકારીઓને ક્યાં મળી બદલી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT