પાકિસ્તાની જેલનો Video આવ્યો સામે કેદીઓએ કર્યા ગુજરાતી ગરબાઃ જુઓ
પોરબંદરઃ આપણે ગુજરાતી ગરબાઓને શેરીઓમાં, પાર્ટીપ્લોટ્સમાં, વિદેશમાં, બોર્ડર પર સૈનિકો દ્વારા વગેરે સ્થાનો પર અને વ્યક્તિઓ સમુહો વચ્ચે જોયા છે. જોકે હાલમાં જ એક વીડિયો…
ADVERTISEMENT
પોરબંદરઃ આપણે ગુજરાતી ગરબાઓને શેરીઓમાં, પાર્ટીપ્લોટ્સમાં, વિદેશમાં, બોર્ડર પર સૈનિકો દ્વારા વગેરે સ્થાનો પર અને વ્યક્તિઓ સમુહો વચ્ચે જોયા છે. જોકે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાની જેલથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેલમાં ગુજરાતી ગરબા પર કેટલાક કેદીઓએ ખેલૈયા બનીને ગરબા રમ્યા હતા.
સુકેશની પત્ર અરજી પર પટિયાલા હાઉસ કોર્ટ કેમ થઈ નારાજ!
માછીમારો દ્વારા કરવામાં આવ્યા ગરબા
આ વીડિયો અંગે સત્તાવાર વિગતો તો સામે આવી રહી નથી પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની જેલમાં ગરબા રમનારા કેદીઓ માછીમારો છે. જેઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા છે. આ માછીમારો ભારતીય માછીમારો હોવાનનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ ગરબા રમાઈ રહ્યા હતા તે કોઈ નિશ્ચિત જેલના કાર્યક્રમ અંતર્ગત થતા હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે જેલમાં આ પ્રકારની સુવિધાઓ હોતી નથી. સાથે જ અહીં કેટલાક કેદીઓ ગરબા રમી રહ્યા છે ત્યાં જેલના કર્મચારીઓ પણ હાજર છે. આસપાસ અન્ય કેદીઓ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કેદીઓ ગુજરાતી ગરબનાના સ્ટેપ્સ લઈ રહ્યા છે અને અન્ય તેમને જોઈ રહ્યા છે. આવો આપણે પણ જોઈએ આ વાયરલ થઈ રહેલો વીડિયો…
(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT