Statue of Unity: જંગલ સફારીના ગેંડા “મંગલ”ને Happy Birthday, સ્ટાફે કેક કાપી કરી ઉજવણી
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. તેની સાથે ૩૭૫ એકરના વિસ્તારમાં ફેલાયેલા અને “સ્ટેટ ઓફ ધી આર્ટ” ગણાતા સરદાર પટેલ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. તેની સાથે ૩૭૫ એકરના વિસ્તારમાં ફેલાયેલા અને “સ્ટેટ ઓફ ધી આર્ટ” ગણાતા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક ખાતે અનોખા જન્મદિનની ઉજવણી થઇ અને એ પણ કોઇ મનુષ્યની નહીં પણ પ્રાણીની. કારણ કે, અહિંયા વસવાટ કરતા પ્રાણીઓ અને પક્ષીઓ એ અત્રેના કર્મયોગીઓના પરિવારજન છે એટલે ઉત્સાહ સાથે સૌના વ્હાલા મંગલના જન્મદિનની ઉજવણી વિશાળ કેક કાપીને થઇ છે. પોતાના વર્તનથી જંગલ સફારી પરિવાર અને પ્રવાસીઓના વ્હાલા બનેલા નર ગેંડાના જન્મદિને સ્ટાફ દ્વારા વિશેષ કેક બનાવાઇ છે.
ભાજપના સિનિયર ધારાસભ્ય અને કૃષિમંત્રી વચ્ચે ગૃહમાં બોલી બઘડાટી, જાણો શું છે મામલો
મંગલને ભાવતા ભોજનથી બનાવી કેક
ગુજરાતીમાં કહેવત છે કે, જંગલમાં મંગલ અને માનવ હોય કે પ્રાણીના ખોરડે જન્મદિવસ (Happy Birthday) આનંદનો પ્રસંગ ગણાય છે. એકતાનગરના ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે, તેવી જંગલ સફારીના પ્રવાસીઓ અને સ્ટાફના વ્હાલા મંગલે (નર ગેંડા) જીવનના 17 વર્ષ પૂર્ણ કરતા જંગલ સફારી પરિવારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલની પસંદગીને અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી.
પ્રાણીઓને મળ્યું પ્રેમાળ વાતાવરણ
અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતા. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે પ્રાણીને ખૂબ સુરક્ષિત, વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળી રહ્યું છે અને આજે જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી-પક્ષી અત્રેના કર્મયોગીઓના પરીવારજન બની ગયા છે.
ADVERTISEMENT
મહાઠગ કિરણ પટેલ અંગે ગૃહવિભાગનો સૌથી મોટો આદેશ, કાશ્મીરની તમામ યાત્રાઓ…
એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં આજે મંગળ ગાન અને જન્મદિનના વધામણાં ના હરખનું વાતાવરણ હતું, અને કેમના હોય! જંગલ સફારીના નર ગેંડા “મંગલ”નો જન્મદિન હતો. સફારીના સમગ્ર કર્મયોગીઓએ ભેગા થઇને મંગલના જન્મદિનને યાદગાર બનાવવા માટે ઘાસ અને ખાસ શાકભાજીનો ઉપયોગ કરીને મંગલને લાયક અને તેની તંદુરસ્તી જળવાય તેવી કેક બનાવી હતી. ઉપરાંત હેપ્પી બર્થ ડે ટુ ડીયર મંગલના ગીત સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT