ગુજરાતમાં ઠેરઠેર વાતાવરણમાં ફેરફારઃ ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ, ક્યાંક કરા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આગહી પ્રમાણે ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ અને વંટોળના અહેવાલો સામે આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

શિવસેનાના ચૂંટણી ચિહ્ન ફાળવણી મામલે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ અને વાતાવરણમાં ફેરફારની આગાહીથી જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો હતો. કેટલાક એપીએમસી માર્કેટ દ્વારા આ દિવસોમાં માર્કેટ બંધ પણ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તરફ ગુજરાતમાં સુરત, ભાવનગર, વડોદરા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો. વડોદરા અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે. વીજળી પડવાને કારણે એક તાડનું ઝાડ સળગ્યું હતું તો કેટડલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા.

BIG BREAKING: કેન્દ્ર સરકારે 5 જ્યુડિશિયલ ઓફિસરને હાઇકોર્ટના જજ બનાવ્યા

ભાવનગર અને અમદાવાદમાં વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદની સટાસટી શરૂ થઈ હતી. તો આ તરફ ભાવનગરમાં પણ ઝડપી પવન ફૂંકાવા સાથે વરસાદ પડ્યો હતો. ખેડૂતોના ઘઉં, જીરુ વગેરે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આવેલા માવઠાના માર પછી આ સતત પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ દિગ્વીજય પાઠક-વડોદરા, ગોપી ઘાંઘર-અમદાવાદ, નીતિન ગોહિલ-ભાવનગર, સંજયસિંહ રાઠોડ-સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT