ગુજરાતમાં કશ્મીર જેવો માહોલઃ Video જોઈ ચોંકી જશો
અરવલ્લીઃ અરવલ્લીમાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં બરફના કરા ભારે માત્રામાં વરસ્યા હતા. જેના કારણે વાતાવરણ તો ઠંડુગાર થઈ જ ગયું હતું…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીમાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં બરફના કરા ભારે માત્રામાં વરસ્યા હતા. જેના કારણે વાતાવરણ તો ઠંડુગાર થઈ જ ગયું હતું પરંતુ અહીં એક વિસ્તારની ગીરીમાળાઓ વચ્ચેનો રસ્તો જાણે કશ્મીર હોય તેવો આબેહુબ નજરે પડ્યો હતો.
SURAT ની પાંચેય આંગળી ઘીમાં: સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગે સૌથી મોટી જાહેરાત કરી
અરવલ્લી જિલ્લામાં વણીયાદ રોડ પર બરફના કરાની ચાદર પ્રસરાઈ ગઈ હતી. વરસાદના ખુશનુમા માહોલ વચ્ચે અરવલ્લીના ભિલોડા તાલુકામાં એક ગમગીન ઘટના પણ બની હતી. એક તરફ ખેડૂતો માટે વરસાદ ચિંતાના વાદળ લઈને આવ્યો છે ત્યાં અહીંના બુઢેલી ગામમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. 2 દીકરી અને 2 દિકરા તથા પત્ની સાથે રહેતા આ વ્યક્તિ પર વીજળી પડતા મૃત્યુ થયું જેનાથી પરિવાર શોકમાં સરી પડ્યો છે. સેધાજી જોધાજી રબારી નામના આ 40થી 50 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિ અને પરિવાર માટે આ માવઠું દુખદ સમાચાર લઈને આવ્યું છે.
નર્મદા જિલ્લામાં પણ ભારે વર્ષા
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં મુશળધાર વરસાદ વચ્ચે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં તો અઢળક બરફના કરા પડ્યા હતા. ટપોટપ પડતા બરફના કરા વચ્ચે જવાની પણ કોઈ હિંમત ન કરે તેવો ઘાટ ઘડાયો હતો.
ADVERTISEMENT
(ઈનપુટઃહિતેશ સુતરિયા, અરવલ્લી, નરેન્દ્ર પેપરવાલા-નર્મદા)
ADVERTISEMENT