સુરેન્દ્રનગરના નિગમોના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન મામલે નોંધાવ્યો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના નિગમોના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શનને લઈને સરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે મોંઘવારીના સમયમાં ટુંકા પેન્શનમાં જીવન ધોરણ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જેથી તાત્કાલીક ધોરણે પુરતુ પેન્શન આપવામાં આવે.

સરકાર ફક્ત રૂ. 1000થી 1700 જ આપે છે
સુરેન્દ્રનગર જિલ્લા નિગમોના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંક્ળામણમાં જીવી રહ્યા હોવાની રાવ ઉઠાવી રહ્યા છે. તેઓ આજે બુધવારે એસટી નિગમ ડેરી નિગમ અને પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીઓ સાથે મળીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સરકાર ફક્ત 1000થી 1700 જ પેન્શન પેટે ચુકવે છે.

ADVERTISEMENT

કલેક્ટરને આપ્યું આવેદન
તેમણે કહ્યું કે, નિવૃત્તિ પછી મળતી આ રકમમાં આજની મોંઘવારી સામે પેન્શન ટુંકું પડી રહ્યું છે. જીવન નિર્વાહ ચલાવવો પણ ભારે પડી રહ્યો છે. તેમણે આજે કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT