‘બધા અહીં શ્રીફળ વધેરે છે, એટલે અમે પણ વધેર્યું’ લોકોએ પ્રવેશદ્વારે જ નાળિયેર વધેરી નાખ્યાઃ Videos

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ પાવાગઢ મંદિરમાં છોલેલા નાળિયેર અને તેને વધેરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મુકવામાં આવેલા આ પ્રતિબંધથી સ્થાનીક વેપારીઓ જ નહીં પરંતુ હિન્દુ સંગઠનો પણ નારાજ થયા છે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢની નીચે શ્રીફળ વધેરવાનું મશીન પણ મુકી દેવામાં આવ્યું છે.

ચઢાવો પણ ઘરે લઈ જવાની સૂચના અપાઈ છે
પાવાગઢ મંદિરમાં હાલ કોઈ છોલેલું નાળિયેર લઈ જઈ શકતું નથી. લોકોને આખા નાળિયેર લઈ જવાની પરવાનગી છે. અને આ ઉપરાંત અન્ય ચઢાવો જેમકે ચુંદડી વગેરે પણ ચઢાવો કરીને પાછા ઘરે લઈ જવા ફરમાન છે. અહીં ક્યાંય ચુંદડી ન લગાવવા અને નાળિયેર વધેરી ગંદકી ન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. જોકે હાલમાં જ ભક્તોની મોટી સંખ્યા કે જે આ નિયમો જાણતી જ નથી તેઓ દ્વારા અહીં પ્રવેશદ્વારે જ નાળિયેર વધેરવા માંડ્યા હતા.

‘બધા અહીં શ્રીફળ વધેરે છે, એટલે અમે પણ વધેર્યું’
પાવાગઢ મંદિરની અંદર નાળિયેર ફોડવા પર પ્રતિબંધ મૂકવાને કારણે ભક્તોએ પાવાગઢ મંદિરના પ્રવેશદ્વારે જ વધેરવાનું કામ શરૂ કરી દીધું છે. લાખોની સંખ્યામાં વધેરેલા શ્રીફળ જોવા મળે છે. ભક્તો કહે છે કે, તેમને પ્રતિબંધ વિશે જાણ જ નથી. બધા ફોડે છે એટલે અમે અહીંયા ફોડીએ છીએ. જેના કારણે હવે મંદીર તંત્ર માટે જ્યાં હતા ત્યાં જ જેવી સ્થિતિ આવી ઊભી છે.

ADVERTISEMENT

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે વહેલી સવારથી જ પહેલા નોરતે માતાજીના દર્શન કરવા શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તળેટીમાંથી માચી જવાના રસ્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ખાસ વાત છે કે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવાનું નવું મશીન મૂકવામાં આવ્યું છે. જોકે ભક્તોને આ મશીનમાં કોઈ રસ ન હોય તેમ તે શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું. મોટાભાગના ભક્તો મશીનથી અજાણ હોય તેમ જોવા મળ્યું હતું.

ADVERTISEMENT

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT