Narmada: કેન્દ્ર સરકાર ભારતના મોટા ડેમોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ કેન્દ્રની મોદી સરકાર ભારતના મોટા ડેમોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. એક સમય એવો હતો કે કોઈ ડેમ પર ગયા હોય તો જનરલ પબ્લીક માટે ફોટો પાડવા માટે પ્રતિબંધ હતો ત્યારે હવે મોટા ડેમો પર પ્રવાસીઓ જ્યાં ફોટા પણ પાડી શકશે અને અનેક ત્યાં ફરી શક્શે એ રીતે દેશભરના ડેમોના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ ડેમ બનાવવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ લોકોને પીવાની અને સીચાઇના પાણીની જરૂરિયાત પૂરી પડે અને વીજ ઉત્પાદન થાય તે માટે બનાવવામાં આવ્યા છે. ત્યારે ડેમો પર જવા પર પ્રતિબંધ હતો લોકો જઈ શકતા ન હતા તેની ફોટોગ્રાફી પણ કરવી કરે તો તેની સામે ગુનો નોંધવામાં આવતો હતો પરંતુ હવે વિવિધ ડેમ જે છે એ ભારતના તમામ ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડેમની પણ મુલાકાત લીધી હતી.

જામનગરઃ બોર્ડની પરીક્ષા આપવા આવતા છાત્રોને વિનામૂલ્યે ભોજન સુવિધા

જળ સંપતિ વિભાગના અધિકારી શું કહે છે?
કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય જળ આયોગના નિર્દેશક યોકી વિજય, ગુજરાત રાજ્યના જળ સંપતિ વિભાગના સચિવ કે એ પટેલ, મુખ્ય ઈજનેર નર્મદા ડેમ આર જી કાનુંગો, સુપ્રીટેન્ડર ઇજનેર જે કે ગરાસીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડેમના પ્રવાસન અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળ આયોગના નિર્દેશક યોકી વિજયે જણાવ્યું હતું કે, વિવિધ ડેમો દેશભરમાં પાણી સ્ટોર કરવા સિંચાઈ વ્યવસ્થા માટે જ જોવામાં આવતા હતા પણ હવે દેશના વિવિધ ડેમોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે છે. જીવંત જાગતું ઉદાહરણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમ ને એક મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કર્યો છે. અહીંયા 10 વર્ષ પહેલાં કશું જ ન હતું. ત્યારે પ્રવાસીઓ આડેમ પર પણ પ્રવાસીઓ જઈ શકશે એવું આયોજન થઈ રહ્યું છે. જનરલ પબ્લીક માટે ડેમ પર જવું પ્રતિબંધ છે પણ ત્યાં પણ જઈ શકાય તેવું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત ધરોઈ ડેમ વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય તેવું મહેસુરમાં કૃષ્ણાનાથ સાગર ડેમ પર સારું એવું પ્રવાસન વિકસિત થયું છે, હીરા કુંડ ડેમ, ટહેરી ડેમ મધ્યપ્રદેશ ઈન્દીરા સાગર ડેમ વિસ્તારને એક મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું આયોજન છે.

ADVERTISEMENT

ખેડામાં દારૂની રેલમછેલ: પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના ઘરમાંથી ઝડપાયો દારૂ, ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરી

ગુજરાત રાજ્યના જળ સંપતિ વિભાગના સચિવ કે એ પટેલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપણે ત્યાં ઘણા સારા અને મોટા ડેમ છે. ત્યારે ડેમોનો પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેમકે ગાર્ડન, લાઈટ એન્ડ સાઉન્ડ સો વિગેરે વ્યવસ્થા ઊભી કરાશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસનને વેગ આપવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અને તેઓ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કર્યો હતો. અહીંયા પણ એક સમયે ફોટા પાડવા પર પ્રતિબંધ હતો પણ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને નિયમો હળવા કરી સરદાર સરોવર ડેમ વિસ્તારમાં પી આર ઓ કચેરી શરૂ કરાવી હતી. ત્યાર બાદ ડેમથી 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીની વચ્ચે સાધુ બેટ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું. હવે હજારો પ્રવાસીઓ આવતા આ વિસ્તાર દેશ દુનિયાનું ઉત્તમ પ્રવાસન સ્થળ બની ગયું છે. હવે તેઓના માર્ગદર્શનથી દેશના અનેક ડેમોના વિસ્તારમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. ત્યારે પ્રવાસનનો વિકાસ થાય તો લોકોને રોજગારી મળતી હોય છે સાથે આર્થિક વિકાસ થાય છે ઉપરાંત દેશની ઇકોનોમી પણ વધતી હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT