‘મારા કારણે નરેન્દ્ર મોદીની પ્રતિભાને…’ કિરણ પટેલ મુદ્દે જાણો બીજું શું બોલ્યા BJP નેતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ કશ્મીરમાં Z+ સિક્યુરિટી સાથે વીવીઆઈપી સુવિધાઓ અને રુઆબ ભોગવતા પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપનારો મહાઠગ કિરણ પટેલ અને ગુજરાત ભાજપના નેતા અમિત પંડ્યા કે જેઓના પિતા પણ ગુજરાત ભાજપમાં આગવું નામ ધરાવે છે તેમના પર સતત આક્ષેપો થઈ રહ્યા છે. કિરણ પટેલના વહીવટદાર તરીકેને ભૂમિકા અમિત પંડયા દ્વારા ભજવવામાં આવી રહી હોવાના સતત આરોપો વચ્ચે તેના પિતા હિતેશ પંડ્યા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ તરીકેની જવાબદારીઓમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. ખુદ હિતેશ પંડ્યા પર પણ આવી જ રીતે કિરણ પટેલની સાથેની સંડોવણીના આરોપો લાગવા લાગ્યા હતા. જે પછી તેમણે રાજીનામુ આપી દીધું છે. નરેન્દ્ર મોદીની છબી પર તેની અસર થતી હોવાનું કારણ આપીને તેમણે રાજીનામુ આપ્યું છે. જોકે જ્યારે પણ મીડિયા દ્વારા કિરણ પટેલ અને તેમના પરિવારજનોના સંબંધો અંગે મીડિયા દ્વારા પુછવામાં આવ્યું ત્યારે તેમણે મેટર કોર્ટમાં છે હું કાંઈ કહી ન શકું તેવી ઢાલ ઊભી કરીને સવાલોથી છૂટકારો મેળવવાના પ્રયત્નો કર્યા છે. જોકે તેમના સવાલોથી ભાગી જવાને કારણે સવાલો ઊભા થતા નથી તેવું નથી તે સતત જનતા વચ્ચે ચર્ચામાં રહે છે.

પરિણીતી ચોપરા સાથે લગ્ન કરવાના છો? જુઓ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ શું જવાબ આપ્યો

હિતેશ પંડ્યાએ રાજીનામું કેમ આપ્યું?
હિતેશ પંડ્યાએ કહ્યું કે, આજે તમે જે હિતેશ પંડ્યાને જુઓ છો તે હિતેશ પંડ્યાનું સર્જન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. મારા સર્જક એ છે, મારા પ્રણેતા એ છે. એટલે આજે જ્યારે મને લાગ્યું કે મારા કારણે તેમની પ્રતિભાને અસર પડી રહી છે તેથી મેં રાજીનામુ આપ્યું છે.

IPS અધિકારીઓએ અતિક અહેમદ જોડે સાબરમતી જેલમાં ચિકનપાર્ટી કરી?- રિપોર્ટ

સવાલોથી કેવા ભાગ્યા હિતેશ પંડ્યા
કિરણ પટેલ અને ભાજપ નેતાના સંબંધોને લઈને હિતેશ પંડ્યાએ રીતસર મીડિયા સામે હાથ ખંખેરી નાખ્યા હતા. ન્યાય પાલિકાની વાત આગળ ધરીને પોતાને મીડિયાના સવાલોથી બચાવવાનો પેંતરો અજમાવી પોતે મોંઢું બંધ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહાઠક કિરણ પટેલ અને તેમના પુત્ર અમિત પંડ્યાના સંબંધોને લઈને ભારે ચકચાર મચી છે. જોકે મીડિયાએ જ્યારે તેમને એક પિતા તરીકે પોતે કિરણ સાથેના અમિતના સંબંધો અંગે જાણકારી છે કે નહીં તે અંગે પણ પુછ્યું ત્યારે પણ તેમણે સતત કોર્ટ મેટર ચાલી રહી છે તેથી હું કશું જ ન કહી શકું તેવી વાત કરી છટકી જવાના પ્રયત્નો કર્યા હતા. જોકે મીડિયાના સવાલોથી તેઓ હચમચી ચુક્યા હોવાનું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT