ભાજપ નેતાના ભાઈ અને વ્યાજખોરોથી પરેશાન વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વ્યાજખોરોના ત્રાસથી સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવો વધ્યા છે ત્યારે વડોદરામાં એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ વ્યાજખોરોના ત્રાસથી સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવો વધ્યા છે ત્યારે વડોદરામાં એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. જેને લઈને બિલ્ડરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી જેમાં મોટું ચિટિંગ થયાની વાત પણ તેમણે કહી છે. પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માનસીક તણાવથી વધુ એક પોલીસકર્મીની જીંદગી હણાઈઃ છોટાઉદેપુરના હે.કોન્સ્ટેબલે ફાંસો ખાધો
ભાજપ નેતાના ભાઈ બાનાખત થવા દેતા નથીઃ આક્ષેપ
વડોદરાના બિલ્ડર જયેશ પારેખે આપઘાતનો પ્રયાસ કરતા તેમનેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વડોદરાના આ બિલ્ડરના માથે 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઊભી થઇ હતી. જેના પગલે બિલ્ડરે ગોત્રીમાં પોતાની ઓફીસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાધી હતી. વ્યાજખોરોની ધકધામકીથી કંટાળી આત્મહત્યાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ સુસાઇડ નોટ પણ લખી છે જેમાં લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. લક્ષ્મણ ભરવાડને બે કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. જમીન માલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બાનાખત થવા દેતા નહીં હોવાનો આક્ષેપ કરાયો છે. રમેશ પ્રજાપતિ ભાજપના નેતા દલસુખ પ્રજાપતિના ભાઈ છે. રૂપિયા ઉઘરાવવા માટે ઓફીસ અને ઘરે અચાનક આવી ધાકધમકી આપતા હોવાના પણ આક્ષેપ કરાયા છે હાલ બિલ્ડર સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT