‘લોકશાહી બચાવો’ના બેનર સાથે અરવલ્લી કોંગ્રેસે મોંઘવારી-પેપરકાંડ મામલે કર્યું વિરોધ પ્રદર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને સત્તાપક્ષ પર શબ્દબાણ ચલાવાયા છે. આજે ગુજરાતમાં ચાલી રહેલા પેપર કાંડથી લઈને બેરોજગારી, વીજળી અને મોંઘવારી જેવા મામલાઓને લઈને અરવલ્લી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શ કરીને નારેબાજી કરવામાં આવી હતી.

ભાવનગરમાં યુવતીએ પ્રેમી સાથે મળી બિઝ્નેસમેન પર જોબનની જાળ ફેંકીઃ 1 કરોડ ખંખેર્યા

પોલીસે કરી કાર્યકરોની અટકાયત
ગુજરાતમાં હાલમાં મોંઘવારી, વીજળી, બેરોજગારી જેવા ઘણા મુદ્દાઓ છે જેનાથી લોકો એટલા જ પરેશાન છે. લોકો માટે અવાજ ઉઠાવવાનો કોંગ્રેસ માટે સમય છે કારણ કે હાલમાં જ કોંગ્રેસને પડેલા વિધાનસભા ચૂંટણીનો ફટકો જોઈ આગામી સમયમાં કોંગ્રેસને વધુ મહેનત કરવાની જરૂર ઊભી થઈ છે. પડી ભાંગેલી કોંગ્રેસને ભોંય ભેગી કરવા માટે હાલ ન માત્ર ભાજપ પરંતુ આમ આદમી પાર્ટી પણ એટલી જ મહેનત કરી રહી છે. ગુજરાતમાં સક્ષમ વિપક્ષ તરીકે પોતાને સાબિત કરવા સતત લોકોને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવાની જરૂર છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લામાં મોડાસા ચાર રસ્તા પર કાર્યકરોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અહીં પેપરકાંડ, મોંઘવારી, વીજળી, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને લોકશાહી બચાવોના નારા અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનને લઈને કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોને ટાઉન પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા.

BREAKING: રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ, માનહાનિ કેસમાં 2 વર્ષની સજા બાદ કાર્યવાહી

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT