ઉનાળામાં સાપ નીકળે તે સ્વાભાવીક છે પણ કરડે તેવું ના કહી શકાયઃ અંબાલાલ પટેલ
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં માવઠા સતત પડી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે પણ આ સમય મુશ્કેલી ભર્યો બન્યો છે. વાતાવરણને અનુરુપ વર્તન સરીસૃપોની એક ચર્યા પ્રમાણે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં માવઠા સતત પડી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે પણ આ સમય મુશ્કેલી ભર્યો બન્યો છે. વાતાવરણને અનુરુપ વર્તન સરીસૃપોની એક ચર્યા પ્રમાણે થતું હોય છે. વરસાદ પડવાથી જ્યારે જમીનમાં બાફ વધે છે ત્યારે સરીસૃપો કે જેને આપણે દળચર પણ કહી શકીએ તેવા પ્રાણીઓ અને જંતુઓ બહાર આવતા હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે, સાપ એક ગભરું પ્રાણી છે, તેને સતાવવો ન જોઈએ. વરસાદ અને હવામાન એ આપણા પ્રાચીન વિજ્ઞાનમાં નક્ષત્રો સાથે આધારિત છે તેનું જ્ઞાન દર્શાવાયેલું છે. તે પ્રમાણે તેની શક્યતાઓ અને આગાહીઓ શક્ય બનતી હોય છે. ઉનાળામાં સાપ નીકળે તે સ્વાભાવીક બાબત છે પરંતુ તે કરડશે તેવું નક્કી ન કહી શકાય. હાલમાં જ મારા નામે એક મેસેજ ફરતા થયા છે કે સાપ કરડવાના બનાવ અંગે પરંતુ તેને આગાહી ના કહેવાય. આ વરસાદને કારણે થતી સ્વાભાવીક બાબત છે પરંતુ તે કરડશે જ તેવું ના કહેવાય આવી ભ્રમણા ફેલાવવી ગુનો પણ બને છે. માટે તેનો ફેલાવો વધુ ન થવો જોઈએ.
આ ખ્યાતનામ અભિનેતા બની ગયો મુસલમાન, રામ નવમીના દિવસે કહ્યું રમઝાન મુબારક
ગ્લોબલ વોર્મિંગઅંગે શું કહ્યું અંબાલાલ પટેલે
તેમણે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગમામલે ચર્ચા કરતાં કહ્યું કે, દક્ષીણ ગોળાર્ધમાં બનતી વરસાદની સ્થિતિ, જળવાયુનું ગરમ થવું, જળવાયુનું ઠંડુ પડવું, બંગાળના સાગર અને અરબ સાગરમાં તાપમાનની સ્થિતિ, ગંગા જમનાના મેદાન તપવા, આફ્રિકાથી પવનો, વગેરેની પણ અસર થતી હોય છે. ગ્લોબલ વોર્મિંગ અંગે જોઈએ તો ભૂતકાળમાં પણ ભયાનક દુકાળો પડેલા છે. ઈસ. 1900ની આસપાસ 56નીયો દુકાળ પડેલો છે. ભૂતકાળમાં પણ ભારે વરસાદ પણ થયેલા છે. હમણા જોવા જઈએ તો 1972માં રાજ્યમાં દુકાળ હતો. 1985થી 87માં દુકાળ હતો. કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વધી રહી છે ત્યારે ભારતના મોસમ પર, દુનિયાની મોસમમાં ફેરફાર થઈ રહ્યો છે. પુરંતુ ભારતમાં ગ્લોબલ વોર્મીંગની ચર્ચા થાય છે ત્યારે પાછલા વર્ષોમાં તો વરસાદ સારો થયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હોય તો ભારે વરસાદ થાય ત્યારે પણ ગ્લોબલ વોર્મિંગ, દુકાળ પડે તો ગ્લોબલ વોર્મિંગ, વગેરે સ્થિતિએ ગ્લોબલ વોર્મિંગની ચર્ચા જોર પકડે છે. અલબત ગ્લોબલ વોર્મિંગ પણ એક ફેક્ટર ગણી શકાય. કાર્બન અંગે જોઈએ તો પૃથ્વીમાં ત્રણ ભાગ પાણી એક ભાગ જમીન છે. જળ અને તળથી કાર્બનનું સંકલન કેવી રીતે થાય છે તેના સંશોધન થવા જોઈએ. સમૃદ્રના ઉલ્ટા પ્રવાહોના સંશોધન થવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગઅંગે હવે ગ્રાફિક્સ સાથે પ્રેઝેન્ટેશન પણ થવું જોઈએ. વરસાદ ઓછો વધારે હોય ત્યારે ગ્લોબલ વોર્મિંગનો ગ્રાફ કેવો હોય છે, ઓઝોન લેયર, વગેરેનું સંશોધન થવું જોઈએ. હાલમાં માર્ચ માસમાં ગરમી પડવી જોઈએ તેના બદલે ઈરાન તરફથી આવતા પવનો ભારતીય મોસમને કેમ પ્રભાવિત કરી રહ્યા છે. માર્ચ માસમાં પણ કેમ માવઠા થાય છે તે અંગે પણ વૈજ્ઞાનીકો દ્વારા તારણ રજૂ કરવું જોઈએ.
રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર કહ્યું, ભગવાન શ્રી રામ ભારતની ઓળખ છે
જમીનમાં ગરમી વધતા દળચર બહાર નીકળતા હોય છેઃ અંબાલાલ પટેલ
સામાન્ય રીતે ઉનાળાની ગરમી વધે અને ચોમાસુ આવવાનું થાય ત્યારે પશુ પંખીઓની ચેષ્ટામાં પણ ફેરફાર થતો હોય છે. દળચર પ્રાણીઓ પણ બહાર નીકળતા હોય છે. જમીનમાં અંદરની ગરમી વધી જવાથી પ્રાણીઓ બહાર નીકળતા હોય છે. ચકલી જેવા પક્ષીઓ ધૂળમાં ન્હાતા હોય છે, ભેજ આવતો હોય છે, બાંધેલો લોટ ઢીલો થઈ જતો હોય છે, વાસણ કાળા પડવા, આમ જ સરીસૃપો બહાર નીકળે ત્યારે આવા વખતે તેમની ગતિવિધિ વધતી હોય છે પરંતુ વરસાદના નક્ષત્ર અને ઊભા કૃષિ પાકો પર તેની અસર થતી હોય છે. મૃગશીષ નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાકોમાં જીવજંતુ વધતા હોય છે. તળતરીયા વધતા હોય છે, જ્યારે આગ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે, પુનરવસુ નક્ષત્રનું પાણી ખરાબ હોય છે જેમાં જીવ જંતુઓ વધતા હોય છે. આવી રીતે શુક્ર ગ્રહને પણ નક્ષત્ર સાથે સંબંધ છે. સર્પ જેવા સરીસૃપો ઉપદ્રવ વધતો હોય છે. સર્પ જેવા પ્રાણીઓની પ્રજનન પ્રક્રિયા ચાલતી હોય આવી જ રીતે જમીન પર પડતા વરસાદની જીવ જંતુઓ અને પ્રાણીઓ સાથેની ગતિવિધિનું વર્ણન પણ છે. જે સંસ્કૃતના એક શ્લોકમાં જણાવાયું છે. તા. 30-31માં રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે જેની આગાહીની પૃષ્ટી હવામાન ખાતા તરપથી પણ થઈ છે. તા. 4થી 8 એપ્રિલ અને 14 એપ્રિલ સુધીમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. 26 એપ્રિલ પછી ગરમી વધે બાદ અને અખાત્રીજની આસપાસ હવામાનમાં પલટો આવતો હોય છે. તા. 8મી મે આસપાસ પણ વંટોળોનું પ્રમાણ વધે આ આગાહી સુર્ય નક્ષત્રને આધારે કરેલી છે. કારણ કે આપણા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના જ્ઞાન પ્રમાણે ગ્રહોની નક્ષત્ર રાશીઓમાં સંકલન અને સુર્યનો રાશી નક્ષત્રો પર પ્રભાવ પડતો હોય છે. ઉપરાંત શિયાળાનું હવામાન, વરસાદનો ગર્ભ અને ગર્ભનો પ્રસવ, ચૈત્ર માસ ચોખો રહેવો, ચૈત્રમાં ગરમી પડવી, અખાત્રીજનો પવન, પવનની નિયમિતતા રહેવી જે સુદ બીજના દિવસે ગાજવીજ, અષાઢ વદ આઠમમાં ચંદ્ર વાદળોમાં હોવો, સંધ્યાનું પુરાવું, પવન, મેઘ ધનૂષનું દેખાવું વગેરે પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT