અદાણી-મોદીની મિલીભગતની, કરોડો રૂપિયાની વાત રાહુલ ગાંધીએ કરીઃ ભરતસિંહ સોલંકી
ભાવનગર/વડોદરાઃ રાહુલ ગાંધીની સાંસદ પદ રદ થયા બાદ આજરોજ વડોદરા ખાતે પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર…
ADVERTISEMENT
ભાવનગર/વડોદરાઃ રાહુલ ગાંધીની સાંસદ પદ રદ થયા બાદ આજરોજ વડોદરા ખાતે પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપા રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને તેના કારણે આટલા ઝડપી કામો થઈ રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપાને એમ લાગી રહ્યું છે કે તેઓ આગામી લોકસભામાં હારી જશે અને તેથી કાવાદાવા કરી રહ્યું છે પરંતુ રાહુલ ગાંધીને એનાથી કોઈ ફરક નહીં પડે અને તેઓ સતત લડત આપતા રહેશે. આ ઉપરાંત ભાવનગરમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પણ રાહુલ ગાંધીની સદસ્યતા મામલે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે જે કાંઈ થઈ રહ્યું છે તે પૂર્વનનિર્ધારિત હતું.
Jamnagar: સાધુ-બાબા કરવામાં 83 તોલા સોનું અને રોકડા 87 લાખ પણ ગુમાવ્યા, ખેડૂતને ભારે પડ્યા
લોકશાહી પર ધીમેધીમે કરતા બહુ મોટો ખતરોઃ ભરતસિંહ
વડોદરા આવેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, રાહુલ ગાંધીની સદસ્યતા જવા મામલે દેશ દુનિયામાં ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. આ 130 કરોડની ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાય વખતથી જે પ્રકારનું શાસન આ દેશમાં ચાલી રહ્યું છે, લોકશાહી પર ધીમે ધીમે કરતા એક બહુ જ મોટો ખતરો, બહુ મોટી ચિંતાનો વિષય, બંધારણ રહેશે કે કેમ, બચશે કે કેમ તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ દેશની ભોળી પ્રજા અનેક બાબતો પોતાની નજર સમક્ષ આવે છે છતા એક આશા અને વિશ્વાસ સાથે સમય પસાર થઈ રહી છે. આપણા સહુના-દેશના લોકપ્રિય નેતા રાહુલજી સંસદમાં બોલવા માગતા હોય, ભારત જોડો યાત્રા ચાલુ કરી ત્યારે સ્વાભાવિક રીતે તેમને, તેમના વિચારને, તેમની વાતને તોડી નાખવા માટે કામ થયું. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ડઘાઈ. તેમનો વાંક શું હતો. તેમણે તો અદાણી-મોદીની મિલીભગતની, કરોડો રૂપિયાની વાત કરી.
રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું? યુવરાજસિંહ જાડેજાને છે આવી આશંકા
પૂર્વ આયોજીત કાવતરું રચવામાં આવ્યુંઃ ભાવનગર કોંગ્રેસ
ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. ઋત્વિક મકવાણાએ સરકારની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને રાહુલ ગાંધી સાથે જે કઈ થઈ રહ્યું છે તે પૂર્વનિર્ધારિત હોવાનું જણાવ્યું હતું. ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ઋત્વિક મકવાણા જણાવ્યું હતું કે સ્થાનિક તંત્રના દૂર ઉપયોગથી રાહુલ ગાંધીને ફસાવવામાં આવ્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીને ફસાવવા માટે સરકાર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. ભાવનગર ખાતે આજની પ્રેસ કોંફરન્સમાં શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
(ઈનપુટઃ દિગ્વિજયસિંહ પાઠક, વડોદરા-નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT