ગીર-સોમનાથઃ ભાજપ જોડે ભાઈબંધી રાખનાર કોંગ્રેસના 9 ચૂંટાયેલા નેતાઓ પક્ષમાંથી હાંકી કઢાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશલ જોશી.ગીર સોમનાથઃ ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના પક્ષ પલટુ નવ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ સાથે સાંઠ ગાંઠ કરી કોંગ્રેસના ચૂંટાયેલા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં સામેલ થતા પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે 8 સભ્યોને બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે છ વર્ષ માટે 8 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ઊલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યાંથી તાલાલામાં કોંગ્રેસ નામશેષ બચી છે. વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી હતી. ત્યારે ધીમે ધીમે કોંગ્રેસ તાલાલામાં અસ્તિત્વ ગુમાવતી દેખાઈ રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા નેતાઓ અને કાર્યકરો સામે લાલ આંખ કરી છે. કારણ કે એક બાજુ પક્ષમાં રહેવું અને પછી ભાજપ જોડે ભાઈબંધી કરીને પક્ષને નુકસાન કરવું કોંગ્રેસને હવે કોઈ કાળે પોસાય તેમ નથી. જેના કારણે નીચે દર્શાવેલા આવા પક્ષપલટુ અને કોંગ્રેસને નુકસાન કરનાર નેતાઓને પક્ષમાંથી રવાના કરી દેવામાં આવ્યા છે.

એ..એ… વીજળી પડી Live Video: દાહોદમાં વીજળી પડતા 2 વ્યક્તિ, 8 પશુના મોત

સસપેન્ડ કરાયેલા સભ્યો…
૧. નીજારભાઈ સમનાણી (ચિત્રાવડ)
૨. લવજીભાઈ કપુરીયા (ધાવા)
૩. દેવીબેન રામ (ઘુસિયા)
૪. અલ્પાબેન વઘાસિયા (આંકોલવાડી)
૫. અનિલાબેન બારડ (ધણેજ)
૬. ધારાબેન કમાણી(આંબળાશ)
૭. વિઠ્ઠલભાઈ ટીંબડીયા (હડમતીયા)
૮. ભાવનાબેન હિરપરા (માધુપુર )
૯. ૨ઈઝાનાબેન મોરી (વડાળા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT