ભરુચઃ લોક ડાયરા વચ્ચે મસાણી માતા પર ડોલરનો વરસાદ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચઃ જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આવેલા મસાણી માતાના મંદિર પર આયોજીત કરાયેલા લીલુડા માંડવામાં માતાજી પર માત્ર રૂપિયા જ નહીં પરંતુ ડોલર પણ વરસાવવામાં આવ્યા હતા. મસાણી માતાજીના મંદિરે છેલ્લા પાંચ વર્ષથી ભાણખેતર અને અન્ય ગામોના લોકોના કલ્યાણ માટે મસાણી માતાના લીલુડા માંડવાનું આયોજન કરાયું હતું.

એ..એ… વીજળી પડી Live Video: દાહોદમાં વીજળી પડતા 2 વ્યક્તિ, 8 પશુના મોત

દર વર્ષે યોજાય છે આવો માંડવો
આ એક ધાર્મિક કાર્યક્રમ હતો જેમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્યતઃ આપણે જોતા હોઈએ છીએ કે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે વિરેશી કરેન્સી પણ લોકો ઉડાવતા થયા છે. આવી જ રીતે મસાણી માતાજીના લીલુડો માંડવાના કાર્યક્રમ દરમિયાન વિવિધ વિધીઓ અને ધાર્મિક કાર્યો થઈ રહ્યા હતા ત્યારે નાણાંનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ડોલર પણ ઉડાવવામાં આવ્યા હતા. છેલ્લા પાંચેક વર્ષથી માંડવાનો યોજાતો આ કાર્યક્રમ દર વર્ષે 16 અને 17 માર્ચ સુધીમાં આયોજીત કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

મહાઠગ કિરણ પટેલની પત્નીનો ઘટસ્ફોટ, PMO ના અનેક મોટા માથા કિરણના સંપર્કમાં બધુ જ પોઝિટિવ થશે

ડોલર ઉડાવતા વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતા થયા
માંડવાના આ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ઉડાવેલા રૂપિયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. લોકડાયરામાં કલાવૃંદ દ્વારા રમઝટ બોલાવાઈ હતી. કાર્યક્રમમાં ન માત્ર ભક્તો પરંતુ માતાજીના ભુવાઓ પણ હાજર રહ્યા હતા અને દૂરદૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT