અમરેલી-ભાવનગરમાં મૃત્યુ પામેલાઓના Aadhaar કાર્ડ પર વીમો પકવી 14 કરોડની છેતરપીંડી
હિરેન રાવિયા.અમરેલીઃ અમરેલી અને ભાવનગર જિલ્લામાં મૃત પામેલા વ્યક્તિઓના આધારકાર્ડ લઈને વીમો પકવીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરતા ચાર શખ્સોને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે. તે…
ADVERTISEMENT
હિરેન રાવિયા.અમરેલીઃ અમરેલી અને ભાવનગર જિલ્લામાં મૃત પામેલા વ્યક્તિઓના આધારકાર્ડ લઈને વીમો પકવીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરતા ચાર શખ્સોને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે. તે સાથે જ પોલીસે 14 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અલગ અલગ વીમા કંપનીઓમાંથી વીમો પકવવા સાથે મૃત વ્યક્તિઓના નામે વાહનોની લોન લેવાનું કૌભાંડ બહાર આવતા અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર બોગસ આધારકાર્ડ બનાવીને થતા કૌભાંડ પરથી પરદો ઊંચકવામાં આવ્યો હતો.
મૃત વ્યક્તિઓના દસ્તાવેજો પર છોડાવી 5 કાર
રાજુલા પોલીસ મથકમાં સારી સારી 5 ફોર વ્હીલ કાર અને 9 જેટલા બાઇક પડ્યા છે, તે મૃત વ્યક્તિઓના ખોટા આધારકાર્ડ બનાવીને લાખો રૂપિયાની લોન લઈને લીધેલા વાહનો છે. રાજુલા પોલીસને પૂર્વ બાતમીને આધારે એક ફોર વ્હીલ કારની તલાશી લેતા ખોટા આધારકાર્ડ મળી આવેલા હતા. આધારકાર્ડની ચકાસણી દરમ્યાન મૃત વ્યક્તિઓના ફોટા પર અન્ય વ્યક્તિઓના ફોટા લગાવીને કાર લોન, વાહન લોન લીધેલી તો મૃત વ્યક્તિઓના નામે અલગ અલગ 21 જેટલી વિના કંપનીને પણ ચૂનો ચોપડીને 14 કરોડ ઉપરાંતનું કૌભાંડ ચાર વ્યક્તિઓએ કરેલું હોવાનું સામે આવ્યું હતું. આ ભેજાબાજોના કરતૂત જાણી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઊંડા ઉતરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં રાજુલા ના ડુંગર ગામના 1- હનુ હમજી પરમાર, 2- વનરાજ મધુ બલદાણીયા અને ભાવનગર ના 3- ઉદયસિંહ રામસિંહ રાઠોડ, અને જીતેન્દ્ર હિંમત પરમારની પોલીસે ધરપકડ કરી છે. પલીસે પૂછપરછ કરતા 5 વૈભવી કાર 9 બાઇક સાથે ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વીમા પોલિસી, ચેકબુક, પાસબુક, અને ડેબિટ કાર્ડ પોલીસે કબજે કરીને 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે હજુ એક આરોપી ભાવનગરના તળાજાના ભવદીપ ભરત ખસિયાની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા ચારેય આરોપીઓના 7 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થયા હોવાની એસ.પી.હિમકરસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો જણાવી હતી.
Junagadh: વંથલી પાસે ગમખ્વાર અકસ્માત, બે ટ્રક સામ-સામે ભટકાયા
ખોટા આધાર કાર્ડ પણ બનાવ્યા
મૃત વ્યક્તિઓના પરિવાર પાસેથી લોભ લાલચને સહાયના પ્રોલોભાનો આપીને ખોટા આધારકાર્ડ બનાવીને 14 કરોડની વીમા પોલિસીઓમાં 2 કરોડ 63 લાખની રકમ મેળવી લીધી હતી. તો 1 કરોડ 81 લાખની પોલિસી હાલ ચાલુ છે અને 3 કરોડ 47 લાખની પોલિસી કેન્સલ થઈ ગયેલી હતી. તો 5 કરોડ 10 લાખની પોલિસી ના કેસો હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું એસ.પી. એ જણાવ્યું હતું. આમાં વીમા પોલિસી ના કર્મીઓની સંડોવણી સાથે સરકારી કર્મીઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે બોગસ આધારકાર્ડ પર વીમા કંપનીઓને ચૂનો ચોપડતા ચાર શખ્સો પોલીસના પાંજરે પુરાઈ ગયા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT