પંચમહાલનો તલાટી આવક કરતાં વધારાના 29.55 ટકા કમાઈ ગયોઃ બનાવી લીધા કરોડો
પંચમહાલઃ સરકારી બાબુઓ કરોડો રૂપિયાની કટકી કરીને પોતાની કાયદેસરની આવક કરતા અધધધ કિંમતના આસામી બની જતા હોય છે. આવું જ કાંઈક પંચમહાલના તલાટીએ પણ કર્યું…
ADVERTISEMENT
પંચમહાલઃ સરકારી બાબુઓ કરોડો રૂપિયાની કટકી કરીને પોતાની કાયદેસરની આવક કરતા અધધધ કિંમતના આસામી બની જતા હોય છે. આવું જ કાંઈક પંચમહાલના તલાટીએ પણ કર્યું છે. કરોડો રૂપિયાની આવક ઊભી કરી લીધી છે જેમાંથી 29.55 ટકા આવક તેની કાયદેસરની આવક કરતા વધારે છે. આ મામલે તેના સામે એસીબી દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવક કરતાં ઈન્વેસ્ટમેન્ટ વધુ
પંચમહાલના કાલોલ તાલુકામાં તત્કાલીન તલાટી કમ મંત્રી તરીકે કામ કરતો અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહીમ દોલતીની ફરજના 1 એપ્રીલ 2006થી 30 જુન 2017 સુધી પોતાના કાયદેસરની કુલ આવક 1.41 કરોડ રૂપિયા સામે તેના ખર્ચ અને રોકાણ 1.83 કરોડના હતા. જેના પછી કાર્યવાહીમાં એસીબીને ખબર પડી કે, ભ્રષ્ટ રીતોથી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદે નાણાં કમાણી કરીને 41.74 લાખની અપ્રમાણસરની મિલકતો ઊભી કરી હતી. જે તેની કુલ આવકના 29.55 ટકા વધારે હોવાનું સામે આવ્યું હતું. આખરે એસીબી દ્વારા તેની સામે ગુનો નોંધી વધારે કાર્યવાહી હાથ લીધી હતી.
ચાવલા ગેંગરેપના મોતની સજાના ત્રણે આરોપીઓને છોડી મુકવાના નિર્ણય પર પુનર્વિચાર અરજી સુપ્રીમે ફગાવી
આ કેસમાં કર્મચારી સામે બેનામી મિલકતો તથા જેમના નામે બેનામી મિલકતો વસાવાઈ છે તેવા શખ્સોની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવી એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. એટલું જ નહીં એસીબીએ આવી કોઈ માહિતી સામાન્ય જનતા પાસે પણ હોય તો પણ તેઓ એસીબીને જાણ કરી શકે છે અને એસીબી તેના પર કાર્યવાહી કરશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT