ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
નીતિન ગોહિલ.ભાવનગરઃ કોરોના વાયરસનાં ચાર કેસ નોંધાયા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦ થઈ ગઈ છે. ત્યારે ભાવનગરમાં H3N2નો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ કોરોના વાયરસનાં ચાર કેસ નોંધાયા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦ થઈ ગઈ છે. ત્યારે ભાવનગરમાં H3N2નો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વડોદરાની એક મહિલા H3N2ના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર હેઠળ હતી તેનું મોત નિપજ્યું હતું. ગુજરાતમાં વધુ એક કેસ આવતા આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
કડીના ધો.12ના વિદ્યાર્થીની લાશ કેનાલમાંથી મળી, નવી કારનો અકસ્માત કરતા ડરથી આત્મહત્યા
ભાવનગરના આ વિસ્તારમાં આવ્યો H3N2નો કેસ
ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૦ થઈ છે. જ્યારે સીઝનલ ફલૂ H3N2 નો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે કોરોનાના એક સાથે ચાર કેસ નોંધાયા હતા. શહેરના ત્રણ મહિલા દર્દી અને એક પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને ૧૦ થઈ છે. દરમિયાન આજે શહેરમાં સીઝનલ ફલૂ H3N2 નો એક કેસ મળી આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. શહેરના સુભાષનગરનો 22 વર્ષીય યુવક નવા વાયરસ H3N2 ની લપેટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT