કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢાના કોળિયા જતા રહેતા ઠાલવ્યો બળાપો, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, ખેડા તથા આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર શિયાળે માવઠું થયું છે. ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ખેડૂતોએ મહા મેહનતે તૈયાર કરેલા પાકમાં નુકસાન થતા હવે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે. હાલમાં ખેડૂતોને વરસાદે ચિંતામાં મુકી દીધા છે ત્યારે તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

કોંગ્રસ પ્રદેશ પ્રમુખ બદલાવ વચ્ચે પરેશ ધાનાણી ભારત જોડો યાત્રામાં પહોંચ્યા, શું ધાનાણીને મળશે રાહુલ

તમાકું, રાયડો, ડાંગર સહિતનો પાક નુકસાનીમાં
આજે શનિવારે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડા અને આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, પીજ, વસો, કણજરી, ચકલાસી, ઠાસરા સહિતના પંથકમાં માવાઠું થયું. જેના કારણે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ છે. ખાસ કરીને ખેડૂતોએ તમાકું, રાયડો , ડાંગર , કપાસ અને શાકભાજી સહિતના ખેતી પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદથી આ પાકોને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

‘પાક માટે ખર્ચો કર્યો, હવે મળવો મુશ્કેલ’- ખેડૂત
આ અંગે ખેડૂત દિલીપભાઈએ જણાવ્યું કે, વરસાદના કારણે વાતાવરણમાં પલટો થયો, જેના કારણે ખેડા જિલ્લામાં જોવા જઈએ તો તમાકુ, ઘઉં, રાયડો જેવા ખેતરોમાં પાકોમાં ખાસ્સો નુકસાન થયું છે. ખેડૂતોએ ઘણા બધા ખર્ચો કર્યો પાક માટે પરંતુ આ હવે પાછો મળવો મુશ્કેલ થઈ ગયો છે. અને ખેડૂતોને હાલમાં ખાસ્સી મોટી ખોટ પડશે. કમોસમી વરસાદને કારણે હવે વિકાસ અટકી ગયો છે. અને હવે આ પાકમાં જીવજંતુઓ પડી જશે. હવે ખેડૂતોને ભારે નુકસાન થવા થશે. જેને લઈને સરકાર ખેડૂતોને વળતર રૂપે કંઇક આપે, ખેડૂતોનું કંઈ સારું થાય. થોડો ખર્ચો વળતર રૂપે મળી રહે, તો અમને સારું મળશે. પશુઓના ઘાસચારાને પણ ઘણું નુકસાન છે, કારણ કે વરસાદ જે પડ્યો એના માટે કોઈ તાત્કાલિક ઢાંકવા માટેના કોઈ વ્યવસ્થા કરી નહોતી, જેના કારણે બધા ઘાસના પૂરા પલળી ગયા છે જેને લઇને અમારે એમાં પણ ઘણું નુકસાન થયું છે.

ADVERTISEMENT

વેરાવળઃ ગામમાં 25 શ્વાનોની થઈ હત્યા? ગુનો નોંધવાની માગ વચ્ચે ધારાસભ્યએ કહ્યું કે…

‘50% નફો મળવાનો હતો પણ હવે…’
તો પરમાર જયદીપભાઇ જણાવે છે કે , ચરોતરમાં વસો તાલુકાના સિલોડી ગામમાં અમે તમાકુ, રાયડો,ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ. પરંતુ હાલમાં સૌથી વધારે તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રમાણે વરસાદ થયો છે તેના કારણે હવે જે જીવજંતુ છે તેનો ઉપદ્રવ થઈ ગયો છે અને આજે રાયના પાક જે છે એમાં પણ રાઈ બધી પડી ગઈ છે. ને ઘણું નુકસાન થયું છે. તમાકુના પાંદામાં જે જીવાત પડે છે ઇયળો તેનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડૂતોએ જે ખર્ચો કર્યો છે એમાંથી 50% જે નફો હતો એ પણ હવે મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

ખેડૂતોની સરકારને વળતરની વિનંતી
ભગતસિંહ જણાવે છે કે, શિકરીયા ગામમાં તમાકુ, એરંડા, રાજગરો, રાયડો એવા પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આનું વળતર આપવામાં આવે, તેવી અમે માંગણી કરી રહ્યા છે.

ADVERTISEMENT

‘અમારા મજુરો અને માલધારીઓને રાહત આપે તેવી આશા’
અજીતસિંહ જણાવે છે કે મહા મહેનતે મોઢામાં આવેલો કોળીયો જવાની તૈયારીમાં છે. મહામહેનતે તૈયાર કરેલા અમારા પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને હવે અમે સરકાર તરફ આશા રાખીને બેઠા છે કે હવે સરકાર વિચારે અને સહાય કરે તો અમારા મજૂરો અને માલધારીઓને પણ રાહત રહે તેવી અમાય આશા રાખીએ છીએ

ADVERTISEMENT

મહત્વનું છે કે ખેડૂતોએ મહા મહેનતે ખર્ચો કરીને ખેતરમાં ઊભો પાક તૈયાર કર્યો હતો પરંતુ આજે એકાએ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને હવે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે.

    follow whatsapp

    ADVERTISEMENT