પંચમહાલઃ શહેરા બસ સ્ટેન્ડની કચરાપેટી પાસે કડકડતી ઠંડીમાં ભ્રૂણ ત્યજી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.પંચમહાલઃ પંચમહાલના શહેરા બસ સ્ટેશનની અંદર આવેલી કચરાપેટીની પાસેથી ત્યજી દેવાયેલુ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. આવી કડકડતી ઠંડીમાં અહીં ત્યજી દીધેલું ભ્રૂણ જોવા મળતા ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો.

ભ્રૂણ અંગે જાણકારી જાગૃત નાગરિકે આપી
શહેરા તાલુકાના મુખ્ય બસ મથક ખાતે આવેલી કચરાપેટી પાસેથી એક ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જાગૃત નાગરિક દ્વારા આ બાબતની જાણ સ્થાનિક પોલીસને તેમજ આરોગ્ય વિભાગને કરતા પોલીસ સહિતનો સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને તપાસ હાથધરી હતી. બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં કચરાપેટીની પાસે ભ્રૂણ અહીં કોણ મૂકી ગયું હશે? તેવા અનેક સવાલો હાલ ચર્ચાનો મુદ્દો બની જવામાં પામ્યો હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT