નડિયાદમાં રાષ્ટ્રીય કક્ષાની 12મી પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની શરૂઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ સ્પોટ્સ કોમ્પલેક્સ ખાતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં દિવ્યાંગો માટે પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઈન્ડીયા તથા પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા ૧૨મી જુનિયર તથા સબ જુનિયર નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩નો પ્રારંભ થઈ ગયો છે. ગૃહરાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવ્યો.

કોંગ્રસ પ્રદેશ પ્રમુખ બદલાવ વચ્ચે પરેશ ધાનાણી ભારત જોડો યાત્રામાં પહોંચ્યા, શું ધાનાણીને મળશે રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું ફળ?

કયા રાજ્યો લેશે ભાગ
આ પેરાએથલિટ્સ રમત સ્પર્ધામાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણીપુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના પેરા એથલીટ ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં એથલેટિક ગેમ્સમાં ૧૦૦/ ૪૦૦/૧૫૦૦ મીટર દોડ, ઊંચીકુદ, ભાલાફેંક, ગોળાફેંક, ચક્રફેંક, ક્લબ થ્રો જેવી રમતોમાં ખેલાડીઓ પોતાની પ્રતિભાનો પરિચય કરાવશે.

ભેદભાવ વગર પ્રેક્ટિસ થઈ શકે તેવી સુવિધાઓ
૧૨મી જુનિયર સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેપીયનશીપ ૨૦૨૩ની શરૂઆત કરાવતા મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પેરા એથલીટ ખેલાડીઓને કોઈ પણ હાલાકી ન રહે તે રાજ્ય સરકારની હરહંમેશ કોશિશ રહી છે. ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલાડીઓ માટે સારા ટ્રેનરની પસંદગી કરી તેમને શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ તરફ દોરી જવા માટે સંપૂર્ણં પ્રયાસ કરી રહી છે. સાથોસાથ દિવ્યાંગ ખેલાડીઓ અન્ય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રેક્ટિસ કરી શકે તે માટેની માળખાગત સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવી રહી છે. જેમાં દિવ્યાંગો માટે અલગ શૌચાલય, બાથરૂમ અને અલગ બેડ જેવી સુવિધાઓથી સુસજ્જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે.

ADVERTISEMENT

કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢાના કોળિયા જતા રહેતા ઠાલવ્યો બળાપો, જાણો શું કહ્યું

પદ્મશ્રી દીપા મલિક પણ રહ્યા હાજર
જુદા જુદા રાજ્યથી આવતા દિવ્યાંગ ખેલાડીઓને આવકારતા મંત્રીએ ખેલાડીઓ સાથે મળી ફોટોશૂટ કરાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યૌ હતો. તેમણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલતા યોગ શિબિર સ્પર્ધામાં જોડાયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી અને અર્જુના એવોર્ડી પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસીડેન્ટ ડૉ. દીપા મલિકે જણાવ્યું હતું કે પ્રધામંત્રીના સતત માર્ગદર્શન હેઠળ દેશભરના દિવ્યાંગ ખેલાડીઓ તેમની શારીરિક ખામીઓથી ઉપર ઉઠી સખત મહેનત દ્વારા સફળતાના વિવિધ આયામો સર કર્યા છે. ટોક્યો અને રિયો ઓલમ્પિકમાં દિવ્યાંગ ખેલાડીઓએ મેઇન સ્ટ્રીમ રમતના ખેલાડીઓ કરતાં પણ શ્રેષ્ઠ દેખાવ કરી વધુ મેડલ મેળવ્યા છે. દિવ્યાંગ રમત સ્પર્ધાઓમાં વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણેના માપદંડો મુજબ જ રમત સ્પર્ધા યોજાય તે જરૂરી હોવાથી દિવ્યાંગ રમતવીરો માટે સવિશેષ સુવિધાઓ અગત્યની છે. વધુમાં નડિયાદમા રમતના આયોજન બદલ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા,પેરા સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાતના સંયુક્ત સેક્રેટરી કાન્તી પરમાર તેમજ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા ખેલાડીઓ પેરા ખેલાડીઓ, જિલ્લાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT