ભરૂચ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત ‘જોશીમઠની હાલત પાછળ વધતી વસ્તી જવાબદાર’

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ જોશીમઠ સહિતની કુદરતી આફતો ઉપરાંત, બેરોજગારી, પ્રદુષણ અને વ્યભીચાર પાછળ સરકારી તંત્ર નહીં પણ થઈ રહેલો વસ્તી વધારો જવાબદાર હોવાનું ભરૂચના સાંસદ દ્વારા લોકસભામાં રજૂઆત દરમિયાન રજૂઆત કરવામાં આવી છે. સાંસદે રજૂઆત કરી છે કે દેશ સામાજિક અને આર્થિક તથા પર્યાવરણીય અસંતુલ તરફ આગળ વધી રહ્યો છે, તે વસ્તી વિસ્ફોટના કારણે. હવે આ મુદ્દાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ક્યાંક તેમના મતોનું સમર્થન જોવા મળી રહ્યું છે તો ક્યાંક તેમના નિવેદનને જવાબદારીઓથી દૂર કરનારું ગણાવાઈ રહ્યું છે.

શું કહ્યું મનસુખ વસાવાએ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જ જોશીમઠની દુર્દશાને લઈને નિવેદન કરતા વિવાદ શરૂ થયો છે. તેમણે કહ્યું કે, વસ્તી વિસ્ફોટને કારણે દેશ સામાજિક-આર્થિક અને ટૂંકમાં પર્યાવરણીય અસંતુલન તરફ આગળ વધી રહ્યો છે. વસ્તી વૃદ્ધિના વિસ્ફોટને કારણે દેશમાં જોશીમઠ જેવા ધાર્મિક સ્થળોના ખંડેરોની ક્ષતિ થઈ રહી છે. વસ્તી વિસ્ફોટના કારણે ગરીબી, બેરોજગારી, પ્રદુષણ, વ્યભિચાર જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. માત્ર જાગૃતિની મદદથી આ ભયંકર સ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે. દેશની અંદર કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને વસ્તી નિયંત્રણ માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. આ સંદર્ભે, હું સરકારને વિનંતી કરું છું કે ભારતની ભાવિ પેઢીઓ માટે કુદરતી આફતોના પુનરાવૃત્તિને રોકવા માટે વસ્તી નિયંત્રણ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. વધતી જતી વસ્તી સામાજિક-આર્થિક અને કુદરતી અસંતુલન તરફ દોરી રહી છે.

(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT