ફરિયાદ લેવાને બદલે PSI બંદૂક બતાવે છેઃ જામનગરના લોક દરબારમાં અરજદારનો બળાપો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા ઠેરઠેર લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે. વ્યાજખોરો સહિતના અસમાજિક તત્વોથી કોઈ ડર કે પરેશાની હોય તો તેવા લોકો સીધા જ પોલીસ સમક્ષ પોતાની વાત કરી શકે તે પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું હોય છે. દરમિયાનમાં જામનગરના લોક દરબારમાં એક અરજદારે પોલીસ સાથે થયેલા પોતાના અનુભવનો બળાપો કાઢ્યો હતો. તેમણે અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ વાત કરી હતી કે મારી ચોરીની ફરિયાદ કોઈ લેતું નથી અને પીએસઆઈ તો ફરિયાદને બદલે બંદૂક બતાવે છે.

દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું: લગ્નગાળાની સિઝન વચ્ચે લુણાવાડા એસ.ટી ડેપો પાસે ડીઝલ ખૂટ્યું, 50 ટકા ગ્રામ્ય રૂટ બંધ

ચોરી થયાને બે વર્ષ થયા, પણ ફરિયાદ નહીં
જામનગરમાં રેન્જ આઇજી અશોક યાદવની હાજરીમાં વ્યાજખોરો સામેના લોક દરબારમાં પોલીસ પુત્ર સામે ગંભીર આક્ષેપ થયા હતા. ડુંગળીની લારી ચલાવતા વ્યક્તિએ પોલીસ પુત્ર પાસેથી 10,000 વ્યાજે લીધા હતા. જે સામે કોરાચેક આપીને તેનોમાં એક લાખ કરીને બેંકમાં ભરી ઉઘરાણા કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ થયા હતા સાથે જ પોલીસ પુત્રના પિતા ચરસના કેસમાં ફીટ કરી દેવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ ચોરીના કેસમાં બે વર્ષ થયા પોલીસે ફરિયાદ જ ના લીધી અને ફરિયાદ લેવાને બદલે પીએસઆઈ મોઢવાડીયા બંદૂક બતાવતા હોવાનો લોકદરબારમાં અરજદારનો બળાપો ઠાલવ્યો હતો. ત્યારે આઇજી અશોક યાદવે કહ્યું હતું કે રજૂઆતોની જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર)

    follow whatsapp

    ADVERTISEMENT