કચ્છઃ યુવકના પગમાં ગોળી મારી 40 લાખની લૂંટ કરી ગયા લૂંટારુઓ, આંગડિયા પેઢી લૂંટાતા ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ કચ્છ ગાંધીધામમાં ફાયરિંગ સાથે 40 લાખની લૂંટને અંજામ અપાયાનો બનાવ બન્યો છે. ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. અહીં ગાંધીધામની એક આંગડિયા પેઢીને લૂંટવામાં આવી છે. આ ઘટનામાં એક યુવકને પગમાં ગોળી પણ વાગી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાઃ ડોમીનોઝ પીઝાની લિફ્ટ તૂટી, 5 લોકો ઈજાગ્રસ્ત થયા

બે બાઈક સવાર શખ્સોએ ચલાવી લૂંટ
કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે લાખોની લૂંટની ઘટના બની છે. આ ઘટનામાં ફાયરિંગ કરીને બાઈક સવાર લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ગાંધીધામની પૂર્ણિમા આંગડિયા પેઢીના સંચાલક ઉત્તમભાઈ પ્રજાપતિ પર બે અજાણ્યા બાઈક સવારો દ્વારા લાખોની લૂંટ કરવામાં આવી હતી. 40 લાખની મત્તા તેમની સાથે હતી જે લૂંટીને તે બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. જોકે લૂંટ પહેલા બાઈક સવારોએ ગોળીબારી કરી હતી જેમાં તેમણે ઉત્તમભાઈ પ્રજાપતિને પગમાં ગોળી મારી દેવામાં આવી હતી. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ઉત્તમભાઈને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટઃ કૌશીક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT