બજેટના ઈન્કમટેક્સ સ્લેબ અંગેની ગુત્થી પર બોલ્યા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ લોકોની અપેક્ષાઓ ઠગારી નીવડી છે તેવું આ બજેટ છે. તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહીલે બજેટ 2023ને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતના વડાપ્રધાન છે તો ગુજરાત માટે કાંઈક ફાયદાકારક રહેશે પણ તેવું ન થયું, પણ કર્ણાટકમાં હાલ ચૂંટણી આવી રહી છે તો તેના માટે ત્યાં ભાજપની હાલત ખરાબ છે તેથી ત્યાં માટે લહાણી કરાઈ છે. જોકે તે ચૂંટણી પુરી થયા પછી આપશે કે નહીં તે પ્રશ્ન છે.

 

શક્તિસિંહ ગોહિલે ઈન્કમટેક્સ સ્લેબ અંગે શું કહ્યું
શક્તિસિંહ ગોહિલે બજેટ 2023માં કરાયેલી જાહેરાતમાં ઈન્કમટેક્સના સ્લેબ અંગે પણ સરકારને આડેહાલ લીધી છે. તેમણે કહ્યું કે, સરકાર કહે છે કે અમે ઈન્કમટેક્સનો સ્લેબ વધારી આપ્યો, અરે ભાઈ તમે 10 લાખ સુધી કરી આપવાનું તો ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું અને હવે માત્ર 7 લાખ સુધીની વાત. તેમાં પણ કંડીશન છે. જુની ટેક્સ રિઝિમમાંથી નવી ટેક્સ રિઝિમમાં આવવું પડે તો મળે, એટલે કે જે લોકોએ જુની ટેક્સ રિઝિમને આધારે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેમનું શું. મોટી રાહત પણ નથી અને, 15000ની વર્ષે 9થી 12 લાખની આવક વાળાને રાહત મળતી હોય તો તે મોટી રાહત ન કહી શકાય.

ADVERTISEMENT

ગુજરાતની માગો અંગે શું
ગુજરાતની કેટલીક માગ પૈકીની એક અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ મોટી આવક ઊભી કરનારું સ્ત્રોત છે. કેટલા ટ્રાસ્પોર્ટર્સ છે, વેપારીઓ, મજુરો છે. તેમની માગ હતી કે જો બહારથી સ્ક્રેપ આવે તો તેના પર કસ્ટમ ડ્યૂટી ઝીરો રાખો અને અમે જો અહીં શિપ તોડીએ તો તેના પર પણ ઝીરો કરી આપો. કમનસીબે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની આ માગને અવગણી છે. જીએસટીના ટેક્સ રિઝિમમાં કોઈ ફાયદો નથી હાં ક્યાંક ક્યાંક કસ્ટમ ડ્યૂટીની વાત કરી છે પણ રૂપિયો નબળો પડ્યો છે. તેથી કસ્ટમ ડ્યૂટીમાં અમુક વસ્તુઓમાં રાહત આપી છે પણ સામે કેટલીક જગ્યાએ વધારો કરીને આવક પણ ઊભી કરાઈ છે. એકંતરે જોઈએ તો લોકોની અપેક્ષાઓ બજેટ પરની ઠગારી નીવડી છે. એક તરફ ચીનની સરહદ પર વર્ષો સુધી જવાન શહીદ થયો ન હતો, હવે ભાજપના શાસનમાં બિહાર રેજીમેન્ટના 20 જવાનો ચીનની સરહદ પર શહીદ થયા છે. ત્યારે સંરક્ષણના બજેટનો વધારો હોવો જોઈતો હતો જે નથી, ખેડૂતો માટે કોઈ નવી વાત નથી. રોજગારી ઈચ્છતા લોકોને કહ્યું હતું દર વર્ષે 2 કરોડ નોકરીઓ આવશે પણ આ બજેટમાં તેવું કશું નથી. મોંઘવારીને નાથવાના કોઈ પગલા નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

સરકાર પેપર ફોડનાર માટે લાવશે કાયદો, પેપરફોડે તેની સંપત્તી, ખરીદે તેની કારકિર્દી જપ્ત

ગુજરાત કોંગ્રેસે શું કહ્યું
આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કેન્દ્ર સરકારે વધુ એક વખત વિવિધ યોજનાઓના નામકરણ કરીને નવી વાતો અને આંકડાની ભ્રમણા ઊભી કરીને બજેટ રજૂ કર્યું છે. બેરોજગારીની સમસ્યાને કેવી રીતે રોકી શકાય અને નવા રોજગાર ઊભા કરવાની વાત કરી નથી. શિક્ષણ, આરોગ્ય, મનરેગા અને ખેતીમાં નાણા ફાળવણીમાં ઘટાડો કરાયો છે. અગાઉની યોજનાઓ બંધ કરી તેનો કોઈ ઉલ્લેખ નથી અને નવા નામકરણ કરીને યોજનાઓ લવાઈ છે. વધુ એક વખત દેવા વધારનારું બજેટ આવ્યું છે. ન નીતિ છે, ન નિયત છે, દેશને લાંબા ગાળે મોટું નુકસાન થશે. શ્રમીકોને નુકસાન કરનારું છે, સિવિક લોકોને ફાયદો કરનારું છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT