મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયાનો આરોપઃ પોલીસે શરૂ કરી તપાસ
અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયું હોવાના આરોપ સાથે માતા પિતા અને તે બાળકના પરિવાર દ્વારા ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. આ…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયું હોવાના આરોપ સાથે માતા પિતા અને તે બાળકના પરિવાર દ્વારા ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. આ મામલાને લઈને આખરે હોસ્પિટલ તંત્રના તબીબો અને માતા-પિતા દ્વરાા પોલીસની મદદ લેવાઈ છે. સમગ્ર બાબતોમાં પોલીસ હવે તપાસ કરશે અને તેનો નક્કર રિપોર્ટ આપશે. જોકે આ બધા વચ્ચે નાના ફૂલ જેવા બાળકને માતા-પિતાથી અંતર થવા જેવી સ્થિતિ આવીને ઊભી રહી હતી.
પોતાની સ્કૂલના જ સ્વેટર પહેરવાની ફરજ ન પાડો, 10 જ મીનિટમાં મારી દીકરી મને છોડી ગઈઃ રાજકોટની માતા
પોલીસ પાસે હોસ્પિટલ તંત્રએ માગી મદદ
માલપુરના રામપુર ગામના પતિ પત્ની અહીં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ડિલિવરી માટે આવ્યા હતા. ગત 10મી જાન્યુઆરીએ સાર્વજનિક હોસ્પિટલના તબીબે ડિલિવરી કરાવી હતી ત્યારે બાળકી હોવાનું કહ્યું હતું. જોકે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમને દિકરો જન્મ્યો છે અને બાદમાં હોસ્પિટલમાં બાળક બદલી નાખવામાં આવ્યું છે. બાળક બદલાઈ જવાના આરોપ સાથે તેમણે અહીં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ સંચાલકોએ પોલીસની મદદ માગી છે. હવે સમગ્ર ઘટના મામલે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી છે અને આ અંગે તપાસ આરંભી છે. આગામી સમયમાં ન્યાયનું પલડું કઈ બાજુ નમે છે તે જોવું રહ્યું.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
ADVERTISEMENT