અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઈન ઝડપાયું
કૌશિક કાંટેચા.અમદાવાદઃ ગુજરાત માં ડ્રગ્સ ઘુસાડવા ની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને, DRI એ 21.6.2023 ના રોજ અમદાવાદના SVPI એરપોર્ટ પર ભારતમાં 3.22 કિલો બ્લેક…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.અમદાવાદઃ ગુજરાત માં ડ્રગ્સ ઘુસાડવા ની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને, DRI એ 21.6.2023 ના રોજ અમદાવાદના SVPI એરપોર્ટ પર ભારતમાં 3.22 કિલો બ્લેક કોકેઈન, એક ડિઝાઇનર ડ્રગની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
બ્રાઝિલનો શખ્સ ડ્રગ્સ સાથે આમ ઝડપાયો
DRI ને બાતમી મળી હતી કે બ્રાઝિલનો નાગરિક, જે સાઉ પાઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. તે ભારતમાં કોકેઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યાં બાદ બ્રાઝિલનો નાગરિક અમદાવાદ એરપોર્ટ પર પોહચ્યો જ્યાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. આ મુસાફર પ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. પેસેન્જર, ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોઈ છૂપાવવાની વાત બહાર આવી ન હતી.
સુરતમાં AAP ધારાસભ્ય યુવતી સાથે ગેસ્ટહાઉસમાં પહોંચ્યા, મહિલાનો પતિ આવ્યો તો ભાગ્યા- CCTV
ફિલ્ડ ટેસ્ટિંગ કીટનો કરાયો ઉપયોગ
જો કે, ડીઆરઆઈ અધિકારીઓએ વધુ ઝીણવટ પૂર્વક તપાસ કરતા ઉપરોક્ત બે બેગના પાયાના વિસ્તાર અને દિવાલોમાં અસામાન્ય રીતે જાડી રબરી સામગ્રી હતી જે પ્રકૃતિમાં ખૂબ જ બરડ હતી, ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી જેમાં કોકેઈનની હાજરી જોવા મળી હતી. તદનુસાર, NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. મુસાફરે કોકેઈનની દાણચોરીમાં તેની સક્રિય ભૂમિકા સ્વીકારી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શું છે બ્લેક કોકેઈન
“બ્લેક કોકેઈન” એ એક ડિઝાઇનર ડ્રગ છે જેમાં કોકેઇનને ચારકોલ અને અન્ય રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. જેથી તેને છદ્માવરણ માટે કાળો રબરનો દેખાવ મળે અને કેનાઇન અને ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ દ્વારા તપાસ ટાળી શકાય. કોકેઈનની દાણચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડી અનોખી છે અને ડીઆરઆઈ દ્વારા “બ્લેક કોકેઈન” જપ્ત કરવાનો આ પ્રથમ કિસ્સો છે.
ADVERTISEMENT