Breaking: અતીક અહેમદ થઈ ગયો સાબરમતી જેલમાં બંધઃ પ્રયાગરાજથી કાફલો પહોંચ્યો અમદાવાદ
અમદાવાદઃ કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ ફરી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા તેને ઉમેશ પાલ અપહરણ કેસમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ ફરી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા તેને ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી મામલે કોર્ટમાં હાજર કરવા ઉત્તરપ્રદેશ ખાતે લઈ જવાયો હતો. ભારે પોલીસ બંદોબસ્ત સાથે તેને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. અતીક ખુદ પોતાનું એન્કાઉન્ટર થશે તેવી ભીતીમાં હતો ત્યારે આજે બુધવારે તેને ફરી અમદાવાદની જેલમાં બંધ કરી દેવાયો છે.
IPLમાં રોહિત શર્મા લેશે આરામ તો કોણ કરશે સુકાની? મુંબઈ ટીમના કોચે આપ્યું મોટું નિવેદન
અતીકનો ભાઈ અશરફ સહિત 7 નિર્દોષ
ઉમેશ પાલના અપહરણના 17 વર્ષ જૂના કેસમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા.
ભાજપના સિનિયર ધારાસભ્ય અને કૃષિમંત્રી વચ્ચે ગૃહમાં બોલી બઘડાટી, જાણો શું છે મામલો
ઉમેશ પાલ કેસમાં અતીકને થઈ આજીવન કારાવાસની સજા
ઉમેશ પાલ 2005ના રાજુપાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી છે. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT