‘કહો… કેવી રીતે લોકોને લીધા અડફેટે’ પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન, પિતા-પુત્રએ કરી ઉઠ-બેસ, હાથ જોડ્યા: Ahmedabad Accident
અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના નવાબી શોખના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે, લોકોને ફંગોળી નાખવામાં આવ્યા…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના નવાબી શોખના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે, લોકોને ફંગોળી નાખવામાં આવ્યા પછી તેના મોંઢા પર તેણે કરેલી ગંભીર ભુલનો કોઈ રંજ પણ દેખાતો ન્હોતો પણ હવે પોલીસ જ્યારે ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે તથ્ય અને તેના પિતાની અકડ ઓછી થતી જોવા મળી રહી છે. આજે ઘટનાના કલાકો બાદ અમદાવાદ પોલીસ દ્વારા પિતા પુત્રને ઘટના સ્થળ પર લઈ જઈને તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. પોલીસની પ્રોસિઝર પ્રમાણે ઘટના કેવી રીતે બની તે સમયે આરોપીએ શું કર્યું તે સહિતની વિગતો આ રિકન્સ્ટ્રક્શનમાં જાણવા મળતી હોય છે. મતલબ કે ઘટના સમયે શું શું થયું તે આરોપીએ પોલીસ સમક્ષ રજુ કરવાનું હોય છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મીડિયાના કેમેરા સામે જ પિતા પુત્રએ હાથ જોડી માફી પણ માગી હતી અને ઉઠક બેઠક કરી હતી. જોકે આજે સવારે જ્યાં તથ્યના ચહેરા પર જરા રંજ જોવા મળતો ન્હોતો ત્યાં થોડા જ કલાકમાં તથ્યના ચહેરાના રંગ ઉડી ગયેલા અને તેને કાયદાનો ડર લાગ્યો હોય તેવું જોવા મળ્યું હતું.
યુવાન સંતાનોની લાશ જોઈ પરિવારે મુકી પોકઃ વતન બોટાદમાં ઘેરો શોકઃ Ahmedabad Accident
9 પરિવારોનો અંતરઆત્મા ધ્રુજી ગયો
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જે કેસમાં મુખ્ય આરોપી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે પોલીસના હાથમાં હતો અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી થવાની હતી. જને લઈને તેના ચહેરા પર ચિંતાની એક રેખા જોવા મળતી ન્હોતી. ઉલ્ટાનું બિન્દાસ્ત ઊભો હતો. એટલું જ નહીં તેના ચહેરા પરથી 20 લોકોને ફંગોળી નાખવાનો અને 9 લોકોના જીવ લેવાનો જરા પણ રંજ નજરે પડી રહ્યો ન્હોતો. ઘટનાને લઈને જ્યાં 9 પરિવારોનો અંતરઆત્મા ધ્રુજી ગયો છે ત્યાં બીજી બાજુ તથ્યના મોંઢા પરથી માંખ ઉડતી ના હોય તેવું જોવા મળ્યું હતું. હાલ આ ઘટનામાં પોલીસે તથ્યના પિતા અને તથ્યની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે ઘટનાનું તેમની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવતા તેમને સ્થળ પર લઈ પુછપરછ કરી હતી. પોલીસે ઘટના કેવી રીતે બની તેનો તાગ મેળવવાની કવાયત કરી હતી. દરમિયાનમાં તથ્યની અકડ ઢીલી થતી જોવા મળી હતી. પિતા પુત્રએ ઉઠક બેઠક કરી હતી અને માફી પણ માગી હતી.
#WATCH | Ahmedabad | Gujarat Police bring accused Tathya Patel and his father Pragnesh to the crime spot where the accident took place on Sarkhej-Gandhinagar (SG) highway. https://t.co/gQI8uJFcjZ pic.twitter.com/hQ5969d18y
— ANI (@ANI) July 20, 2023
ADVERTISEMENT
તથ્યના સાથે કારમાં રહેલા મિત્રોની પણ અટકાયત
એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે લોકો દોડી ગયા હતા. દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં એક જેગુઆર કાર આવી અને લોકોને ફંગોળી નાખ્યા હતા. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલના બચાવમાં તેના પિતા અને વકીલ ઉતરી ગયા હતા. જોકે પોલીસે આ મામલામાં તથ્ય પેટલના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે. ઘટનાનો મુખ્ય આરોપી એવો નબીરો તથ્ય પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો અને તેને બાદમાં પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT