બિપોરજોય પસાર થઇ ગયું, રાહત કમિશ્નરે મોડી રાત્રે આપ્યો વાવાઝોડાનો ચિતાર
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર…
ADVERTISEMENT
અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અંગે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. રાહત કમિશ્નરે આપેલી માહિતી અનુસાર વાવાઝોડો મહત્તમ ભાગ પસાર થઇ ચુક્યો છે. જો કે આશંકા કરતા પ્રમાણમાં વાવાઝોડું નબળું રહ્યું હતું.
રાહત કમિશનરના જણાવ્યા અનુસાર કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે તેમજ ચક્રવાતના પાછળના ભાગ પણ પસાર થઇ ચુક્યો છે. જો કે સાઇક્લોન બાદની અસર હવે કચ્છમાં જોવા મળી રહી છે. જેના કારણે કચ્છમાં વરસાદ સતત વરસી રહ્યો છે. મોરબી અને રાજકોટમાં 40 કિમીની ઝડપે પવન ફૂકાયો છે તેમજ કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી વરસાદ થયો છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાઈ થઇ ચુક્યા છે. આ હાલ પ્રાથમિક અહેવાલ છે. વિસ્તૃત અહેવાલ બાદ વધારે માહિતી આપી શકાય છે. જો કે સરકાર અને તંત્રની મજબુત કામગીરીના કારણે ચક્રવાતને કારણે માનવ મૃત્યુનો એક પણ કિસ્સો હજી સુધી સામે આવ્યો નથી. પ્રાથમિક રીતે વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા છે. સેંકડો વિજપોલ પણ ધરાશાયી થયા છે.
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઈજા થઈ છે તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડુ આગળ વધશે અને ઉત્તરગુજરાતમાં રાજસ્થાનમાં થયેલા વરસાદનું પાણી આવશે. તેમણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. આવતીકાલથી ડેમેજ રિકવરની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આવતીકાલની સ્થિતિનો તાગ મેળવાયા બાદ શેલ્ટર હોમમાં રહેલા લોકોને પરત મોકલવાનો નિર્ણય લેવાશે. અત્યાર સુધીમાં મહત્તમ 118 કિલોમીટર સુધીની હવાની ગતી કચ્છમાં નોંધાઇ હતી. સરેરાશ 78 કીમીની ઝડપે કચ્છમાં પવન રહ્યો છે.
ADVERTISEMENT
મધરાતે ચક્રવાત પાકિસ્તાનની બોર્ડરમાં પહોંચી ચુક્યું છે. કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી આશરે 4 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. ચક્રવાતના પાછળનો ભાગ પસાર ચુક્યો છે. તેની આફ્ટર ઇફેક્ટના ભાગરૂપે આખી રાત વરસાદ શરૂ રહે તેવી શક્યતા છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાયી થયો છે.
વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા. જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા. અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઇજા પહોંચી છે. દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડું આગળ વધશે. રાજસ્થાનમાં હવે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદને પગલે ઉત્તર ગુજરાતની નદીઓ ગાંડીતુર બને તેવી શક્યતા છે. લેન્ડફોલ સમયે વાવાઝોડામાં હવાની ગતી 118 કિલોમીટર નોંધાઇ હતી. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT