ગરમીનો પ્રકોપ: છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા, અન્ય બિમારીઓએ પણ માથું ઉચક્યું

ADVERTISEMENT

Heat Wave Safety
ગરમીનો પ્રકોપ
social share
google news

Heat Wave Safety Tips: રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં ભરબપોરે ગરમીના કારણે છેલ્લા છ દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે અન્ય બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઊલટી અને હાઈ ફિવરને લાગતાં કેસમાં પણ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, ગરમી વધવાના કારણે રોજના 750થી 950 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે.

ગરમીનો પ્રકોપ
 

  • ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 39.4 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 39.0 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 38.0 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન
  • વલ્લભવિદ્યાનગરમાં 38.3 ડિગ્રી તાપમાન
  • મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન
  • કેશોદમાં 37.7 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો:- આકરા તાપમાં બહાર નીકળતા પહેલા ચેતજો! Rajkot માં ગરમીથી લૂ લાગતાં 44 લોકો બેભાન

લૂથી બચવાના ઉપાય

  • ઉનાળામાં લગતી લૂ થી બચવા માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા
  • બપોરના સમય સખત તાપમાં એકસાથે કામ ન કરવું વચ્ચે વચ્ચે થોડો આરામ લેવો અનિવાર્ય છે 
  • કામ કરતાં સમયે થોડા સમયના અંતરે  પાણી પીવું,  જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું 
  • શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે
  • લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ 
     

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT