ભૂમાફિયાઓએ ખનીજ વિભાગની ટીમનું લાઈવ લોકેશન જાણવા સરકારી કારમાં GPS ટ્રેકર લગાવી દીધું
Banaskantha News: રાજ્યમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખનીજની ગેરકાયદેસર ચોરી કરતા માફિયાઓને પકડવા માટે ખાણ-ખનીજ વિભાગના વાહન ફરતા હોય છે. એવામાં ખનીજ…
ADVERTISEMENT
Banaskantha News: રાજ્યમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખનીજની ગેરકાયદેસર ચોરી કરતા માફિયાઓને પકડવા માટે ખાણ-ખનીજ વિભાગના વાહન ફરતા હોય છે. એવામાં ખનીજ વિભાગની ગાડીમાં જ અજાણ્યા વ્યક્તિ દ્વારા GPS ટ્રેકર લગાવી દેતા ચકચાર મચી ગઈ છે. આશંકા છે કે ભૂમાફિયાઓ દ્વારા ખનીજ વિભાગની ટીમનું લાઈવ લોકેશન જાણવા માટે આ પ્રકારે વાહનમાં GPS ટ્રેકર લગાવી દેવાયું છે.
કાર સાફ કરતા દેખાયું ટ્રેકર
પાલનપુર ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર જીગર ઠક્કરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની કચેરીમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે કામ કરતા રાજેન્દ્રસિંહ સોલંકી સરકારી કારને સાફ કરી રહ્યા હતા. દરમિયાન તેમને કારની ડીઝલની ટાંકી પર લોહીચુંબક વાળું GPS ટ્રેકર મળી આવ્યું. આ GPS ટ્રેકરમાં સિમકાર્ડ પણ લગાવેલું હતું.
પાલનપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
શંકા છે કે, ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી થતી હોય તે સ્થળો પર ખાણ-ખનીજ વિભાગ રેડ પાડવા જાય તે પહેલા જ તેમનું લોકેશન જાણી શકાય એટલા માટે આ GPS ટ્રેકર લગાવેલું હોવું જોઈએ. સમગ્ર મામલે પાલનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 379, 420, 511B અને 34 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT