GUJARAT માં લેન્ડ જેહાદ: એક જ ધર્મના લોકોએ નકલી ખેડૂત બની હજારો વિઘા જમીન ખરીદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા : જેહાદ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે પરંતુ તે મોટે ભાગે લવ જેહાદ સ્વરૂપે જ સાંભળ્યું હશે. જો કે ગુજરાતમાં હવે લેન્ડ જેહાદ શબ્દ પણ થોડા સમયથી ગુજરાતમાં પ્રચલિત બન્યો છે. ગુજરાતના ખેડા જિલ્લામાં લેન્ડ જેહાદનો કિસ્સો એવો ગાજ્યો કે મંત્રીએ પોતે સમગ્ર મામલે રસ લઇને પોતે જિલ્લાની મુલાકાતે આવવું પડ્યું છે. રાજ્યનાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે ખેડા જિલ્લાનામાતર તાલુકાની કચેરીઓમાં દરોડો પાડ્યો તે જમીન જેહાદનું સંપુર્ણ સત્ય સામે આવી ગયું હતું.

ઘટના એટલી મોટી કે મંત્રી પોતે દોડી આવ્યા
થોડા સમય પહેલા ગુજરાત સરકારે મહેસુલ વિભાગને ખેડા જિલ્લાના માતરમાં 500 કરતા પણ વધારે ખેડૂતો દ્વારા જમીન ખરીદીનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. જેની આંતરિક રીતે ગાંધીનગરના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી. તપાસમાં જે સામે આવ્યું તે ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહેસુલ વિભાગને માહિતી મળી કે માતરના ગરીબ ખેડૂતની ખેતી લાયક જમીનો એક પછી એક નકલી ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી રહી છે. આ મુદ્દે મહેસુલ મંત્રીએ પોતે મામલતદાર કચેરીએ પહોંચીને તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડની ચોંકાવનારી બાબત છે કે, 500 કરતા પણ વધારે નકલી ખેડૂત જમીન ખરીદનારા એક જ ધર્મ અને કોમના હતા જે હવે લેન્ડ જેહાદ જેવું લાગી રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા
આ ચોંકાવનારા ગોટાળામાં 260 વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 84 સીસી હેઠળ કાર્યવાહી શરૂ પણ કરી દેવાઇ છે. હાલમાં જ સામે આવેલા કૌભાંડની તપાસ ઉપરાંત પાંચ વર્ષ જુના તમામ કેસની તપાસ શરૂ કરી દેવાઇ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કે, 1730 સોદાઓની તપાસ ચાલી રહી છે જેમાં 628 શંકાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા છે. 668 કેસમાં પ્રારંભિક તપાસ માટે નોટિસ આપવામાં આવી હતી. પ્રાથમિક નોટિસ આપવા છતા પણ 5000 એવા કિસ્સા સામે આવ્યા છે જે પોતાને અસલી ખેડૂત સાબિત નથી કરી શક્યા. તેવામાં દરેકને તેઓ ખેતીની જમીનને નકલી ખેડૂત બનીને ખરીદવામાં આવેલી છે તે હસ્તગત કરશે.

ADVERTISEMENT

અનેક જિલ્લાઓમાં આવી ઘટનાની તપાસ
તપાસમાં સામે આવ્યું છે કે, દસ્ક્રોઇ, નારોલ, પેટલાદ, રાણપુર, મહેમદાબાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, વાગરા, ધંધુકા, જોડિયા, સાણંદ, ધોળકા, વેજલપુર, ઉંઝા, તારાપુર, સોજિત્રા, બોરસદ સહિત સેંકડો ગામોના 7/12 માં ભળતા સળતા નામથી નકલી ખેડૂતો દ્વારા આ ખરીદી કરવામાં આવી છે. આ પ્રકારે જમીનની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. જો કે સૌથી મોટો સવાલ છે કે, આટલી મોટી જમીન ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા તે મુદ્દે પણ હાલ તપાસ ચલાવાઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT