અમરેલીમાં રસીકરણ બાદ પણ ગૌવંશમાં લમ્પીના લક્ષણો દેખાયા, પશુપાલકોના જીવ તાળવે ચોંટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક બાજુ સરકાર દ્વારા પશુઓનું ઝડપી રસીકરણ કરાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલીમાં રસીકરણ બાદ પણ પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. બીજી તરફ પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે, ઈમરજન્સીમાં નામ લખાવવા છતાં તેમને સરકાર તરફથી કોઈ સહાય મળી રહી નથી.

પશુઓની રસીકરણ થઈ ગયું હોવા છતાં લમ્પીના લક્ષણો
અમરેલી જિલ્લામાં લમ્પી વાઇરસના કેસો ફરી સામે આવી રહ્યા છે. પશુઓમાં રસીકરણ કરવા છતાં લમ્પીના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. જિલ્લાના વડીયા, બરવાળા બાવીશી, મોટા ઉજળા, દેવળકી, અમરાપુરમાં લમ્પી વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. એવામાં પશુપાલકોએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, લક્ષણો દેખાયાના 15 દિવસ થવા છતાં પશુઓની સારવાર કરવામાં આવી રહી નથી.

સરકાર દ્વારા કોઈ સહાય ન મળતી હોવાનો પશુપાલકોનો આક્ષેપ
આ વિશે વડીયાના પશુપાલક પ્રવીણાબેન વેકરીયાએ જણાવ્યું હતું કે, અમારી ગાયને 8-10 દિવસથી લમ્પી વાયરસ છે. અમે ઈમરજન્સીમાં નામ લખાવવા છતાં સરકાર તરફથી અમને કોઈ સહાય મળી નથી. અમે પ્રાથમિક સારવાર કરીને ગાયોને બચાવી રહ્યા છીએ. અમારી ગાયની પરિસ્થિતિ જેવી જ અન્ય ગાયોની પણ પરિસ્થિતિ છે. કોઈ અમને સહાય માટે જવાબ આપતું નથી. આ પહેલા વાછડાને પણ લમ્પી વાયરસ હતો 15 દિવસ પહેલા ત્યારે પણ અમે ઈમરજન્સી કેસ લખાવ્યો હતો. એ લોકો કોઈ જવાબ આપતા નથી. એમ કહે છે, તમારે જ્યાં કહેવું હોય ત્યાં તમે કહી શકો છો.

ADVERTISEMENT

રસીકરણ બાદ પણ લમ્પી ફેલાતા પશુ ચિકિત્સકે શું કારણ આપ્યું?
જ્યારે કુંકાવાવના પશુ ચિકિત્સક એમ.એમ કોટડિયાએ આ અંગે જણાવ્યું કે, વડીયા, કુંકાવાવ તાલુકાના કેટલાક ગામોમાં લમ્પીની અસર જોવા મળી છે. તેની સારવાર હાલમાં ચાલું છે. આ તમામ ગામડામાં વેક્સિનેશન થઈ ગયું છે. પરંતુ જ્યાં સુધી 21-22 દિવસ ન થાય ત્યાં સુધી ઇમ્યુનિટી આવતા સમય લાગે છે. એટલે અમુક ગાયોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળે છે.

(ઈનપુટ: હિરેન રવિયા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT