‘લોકોની નારાજગી વોટમાં કન્વર્ટ થશે તો Exit Poll ખોટા’- લલિત વસોયા
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન પૂર્ણ થયા છે. તબક્કાવાર 63થી 65 ટકા અનુક્રમે મતદાન થયાનું સામે આવ્યુ છે ત્યારે અત્યાર સુધીમાં ન્યૂઝ ચેન્લ્સ…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન પૂર્ણ થયા છે. તબક્કાવાર 63થી 65 ટકા અનુક્રમે મતદાન થયાનું સામે આવ્યુ છે ત્યારે અત્યાર સુધીમાં ન્યૂઝ ચેન્લ્સ દ્વારા એક્ઝિટ પોલ્સમાં ભાજપ, કોંગ્રે,સ આમ આદમી પાર્ટી અને અન્ય રાજકીય પક્ષો અને ઉમેદવારોનું ભાવીનો અંદાજ ગણી કાઢ્યો છે. ચેનલ્સના સર્વે પ્રમાણે ભાજપ ગુજરાતમાં પૂર્ણ બહુમત મેળવી રહી છે પરંતુ બીજી બાજુ અન્ય પક્ષો આ અંદાજ ભવિષ્યમાં જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ખોટા પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ એક્ઝિટ પોલ ખોટા પડશે તેવો મત વ્યક્ત કર્યો છે.
ભૂતકાળમાં એક્ઝિટ પોલ ખોટા પડી ચુક્યા છેઃ વસોયા
રાજકોટ જિલ્લાના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ એક્ઝિટ પોલ ખોટા પડશે તેમ જણાવ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની બે તબક્કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે દરેક ટીવી ચેનલ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ ભૂતકાળમાં પણ ઓપીનીયન પોલ ખોટા પડયા છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા મોંઘવારી, બેરોજગારી, સરકારી કર્મચારીઓના પ્રશ્ન, ખેડૂતોને પારા પર મુશ્કેલીઓ વેઠવાનો વારો તથા લોકોની અંદર આક્રોશનું વાતાવરણ સરકારની સામે છે. લોકોનો રોષ મતદાનમાં કન્વર્ટ થશે તો સો ટકા પરિણામ ઉંધા પડશે અને ઓપીનીયન પોલ ખોટા પડશે. મતદારોનો રોષ અને આક્રોશ મતમાં પરિવર્તિત થશે તો કોંગ્રેસ પાર્ટી વિજય થશે અને 125 બેઠક જીતશે તેમાં શંકાને સ્થાન નથી. ભાજપની જ બે ટીમ ભાજપ અને આપે ધોરાજી બેઠક કોંગ્રેસ પાસેથી આંચકવાનો પ્રયાસ કર્યો છે. પણ તેમાં તેમને સફળતા મળતી નથી. ઉલટાની ભાજપને તેની જ બી ટીમ નુકસાન કરી રહી છે જે 8મી તારીખે પરિણામ બતાવશે.
(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT
ADVERTISEMENT