કચ્છમાં એક ભેંસે આખા ગામને દોડતું કર્યું, આરોગ્ય અધિકારી લોકોને શોધી શોધીને હડકવાના ઈન્જેક્શન આપી રહ્યા છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: શિયાળાની સીઝન શરૂ થતા રખડતા શ્વાન કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી સૌ કોઈ તકેદારી વધારી રહ્યા છે, પણ કચ્છમાં સંભવત પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે, જેમાં હડકાયું કૂતરું ભેંસને કરડી ગયું. આજ જ ભેંસનું દૂધ ગામ લોકોને વેંચ્યા બાદ આ દૂધ પીનારા 129 વ્યક્તિને એકસાથે હડકવા વિરોધી રસીના ઈન્જેક્શન આપવાની ફરજ પડી છે.

10 તારીખે ગામમાં પાડીને હડકાયું કૂતરું કરડ્યું હતું

કચ્છના પાવરપટ્ટી પંથકના સુમરાસર ગામે આ બનાવ બન્યો હતો. ગત 10 તારીખે એક હડકાયું શ્વાન ગામમાં પાડીને કરડી ગયું હતું. પાડીના પગના ભાગે બચકું ભરી લીધું હતું પણ તે સમયે કોઈને જાણ ન થઈ અને મામલો સામાન્ય લાગ્યો હતો. બાદમાં આ પાડીએ ભેંસના ધાવણમાંથી દૂધ પીધું અને માલધારીએ પણ આ જ ભેંસનું દૂધ ગામના ફળિયામાં લોકોને ઘરે ઘરે આપ્યું ત્યાં સુધી પણ કોઈને ખબર ન પડી પણ બે દિવસ પછી જે પાડીને શ્વાન કરડી ગયું હતું. તેને સામાન્ય અસર જણાતા માલધારીને શંકા ગઈ અને તેણે ગામમાં જાણ કરી હતી.

ભેંસનું દૂધ પીનારા ગામના લોકો ભયમાં

જોત જોતામાં વાયુવેગે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. હવે તહેવારના દિવસોમાં હડકાયા શ્વાને જે પાડીને બચકું ભર્યું તેની માતા એટલે કે ભેંસના ધાવણમાંથી નીકળેલું દૂધ આપણે પણ પીધું છે તેવું જણાતા લોકો ભયમાં આવી ગયા અને તહેવારની રજાઓ પૂર્ણ થતાની સાથે વાયા વાયા આ વાત સુમરાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સ્ટાફ પાસે પહોંચી. જેથી ગામમાં જઈને માહિતી મેળવ્યા બાદ તાલુકામાં જાણ કરાઈ અને તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત લોકોને રસી આપવાનું નક્કી કરાયું છે. જેથી ગામમાં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોને બોલાવી હડકવા વિરોધી ટીટી અને એઆરવી ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા છે. કેટલાક લોકો ફરવા માટે બહારગામ ગયા હતા જેઓ પરત આવ્યા બાદ રસી અપાઈ છે.

ADVERTISEMENT

(કૌશિક કાંઠેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT