મુંદ્રાના પ્રતિષ્ઠિત વ્યક્તિના પુત્રની હત્યા કરેલી લાશ મળીઃ રાત્રે માતા સાથે વાત કરી પછી યુવાન સાથે શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ મુંદ્રાના જાણીતા વ્યક્તિના પુત્રની આજે વેહીલ સવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી છે. 25 વર્ષનો આ યુવક ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ કરતો હતો. જોકે તેણે રાત્રે માતા સાથે વાત પણ કરી હતી પણ તે પછી તેની સાથે શું ઘટ્યું કે તેની હત્યા કરેલી લાશ મળી આવી છે. જાણિતી વ્યક્તિના પુત્રની હત્યા થતા જ કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં દોડી આવ્યા હતા. ઘટનાને પગલે યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી સ્થળ તથા ફોરેન્સીક પુરાવાઓ એકત્ર કરી હત્યારા સુધી પહોંચવાની તજવીજ પોલીસ કરી રહી છે.

રાત્રે ગયો હતો કોમ્પ્યુટર સેન્ટર પછી કરી માતા સાથે વાત…

મુન્દ્રામાં એક યુવાનની હત્યા કરાયેલી લાસ મળતા ચકચાર ફેલાઇ છે. આજે વહેલી સવારે મુન્દ્રાના શાસ્ત્રી મેદાનમાંથી તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા નિપજાવેલી લાશ મળી આવી હતી. બનાવ સ્થળે જાગૃત નાગરિકોએ જાણ કર્યા બાદ મુન્દ્રા પોલિસની ટીમ તપાસ માટે પહોંચી હતી. પોલિસની પ્રાથમીક તપાસમાં મરણજનાર યુવક નિપુણ મહેશભાઇ ઠક્કર હોવાનું અને તેની ઉં-25 વર્ષ હોવાનું સામે આવ્યું છે. નિપુણ મુન્દ્રાના વર્ધમાન નગરમાં રહે છે. તેના માતા-પિતા શિક્ષક છે અને જાણીતી વ્યક્તિઓમાં સમાવિષ્ટ છે. ગઇકાલે રાત્રે 8 વાગ્યે કોમ્પ્યુટર સેન્ટર પરથી આવ્યા બાદ છેલ્લે રાત્રે 10 વાગ્યા બાદ તેની માતા સાથે વાત થઇ હતી ત્યાર બાદ તેનો સંપર્ક થયો ન હતો.

અલ્યા ફરી? જામનગરના કાર્યક્રમાં મેયરે રિવાબાનું નામ લેવાનું ટાળ્યું, બાજુમાં જ ઊભા રહી ફોટો પડાવ્યો પણ- Video

સ્થળ પરથી મળી યુવાનની બાઈક અને ઘડિયાળ તથા…

સ્થળ પર પહોંચેલી પોલીસને બનાવ સ્થળ પરથી એક બાઈક મળી આવી છે જ્યારે એક ઘડિયાળ તથા માળાના કેટલાક અવશેષ મળ્યા છે. જેના આધારે પોલિસે તપાસ હાથ ધરી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ યુવકની કેટલીક વસ્તુઓ હજી સ્થળ આસપાસ તપાસ કરતા ગુમ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા મુન્દ્રા પોલિસના અધિકારી સ્ટાફ સહિત ભુજથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી પણ સ્થળ પર પહોચી છે અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. મુન્દ્રામાં હત્યાના બનાવની વાત ફેલાતા ચકચાર ફેલાઇ છે. શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિના પુત્રની હત્યા બાદ પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે જોડાયા છે. બનાવની તપાસમાં યુવકનો ફોન હજુ તપાસ દરમ્યાન મળ્યો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT