કચ્છની ધરા ફરી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલ છે. ત્યારે કાલે મોડી રાત્રે ફરી એક વખત ભૂકંપના આચકાથી લોકો ભયના ઓથ હેઠળ જીવવા મજબૂર બન્યા છે. મોડી રાત્રે 1:09 કલાકે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મે માસમાં ગુજરાતમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 39 કિલોમીટર દૂર ખાવડાનું હોવાનું સામે આવ્યુ છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી રાજ્યમાં ભયનો માહોલ છે.

લોકોના જીવ તાળવે ચોંટયા
છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. અમરેલી, રાજકોટ અને કચ્છ સહિતના વિસ્તારમાં ભૂકંપનો ભય સતત રહે છે.  કચ્છમાં 2001 ના ભૂકંપની યાદ તાજી થઈ રહી  છે. ત્યારે હવે સતત આવી રહેલા ભૂકંપથી લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે.

ADVERTISEMENT

કચ્છ જિલ્લામાં મે મહિનામાં આવેલ ભૂકંપના આંચકા
9 મે ના રોજ સવારના 6.47 કલાકે 2.7 ની તીવ્રતાનો આચકો અનુભવાયો
12 મે ના રોજ રાત્રિનાના 10.45 કલાકે 3. 1ની તીવ્રતાનો આચકો અનુભવાયો
17 મે ના રોજ રાત્રિનાના 1.09 કલાકે 4.2ની તીવ્રતાનો આચકો અનુભવાયો

    follow whatsapp

    ADVERTISEMENT