Kutch News: કચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો ઐતિહાસિક વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: કચ્છ જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ ડેરીમાં સમાવિષ્ટ સરહદ ડેરીના એક નિર્ણયે પશુ પાલકોમાં આનંદની લહેર ફેલાવી દીધી છે. કચ્છમાં પશુપાલકોને માસિક રૂપિયા 1.25 કરોડ વધારે મળશે નવા ભાવો આગામી 1 ઓક્ટોબરથી લાગુ પડશે. જેથી પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી છે. આ નિર્ણયથી પશુપાલકોને થતી આવકમાં વધારો થશે તેવો અંદાજ છે.

દૂધના ખરીદભાવો પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા વધ્યા

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા 14મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યકર્મ પ્રસંગે પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. જે પેટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 15 રૂપિયાનો વધારો કરી અને 815 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ભેંસના દૂધના કામ ચલાઉ ભાવમાં પ્રતિ લી. 3 રૂ. જેવો વધારો થશે જેથી પ્રતિ લી. ૫૭.૦૫ રૂપિયા જેટલા ઊચા ભાવ મળતા થશે. જ્યારે ગાયના દૂધના ભાવ પણ ૪૦.૫૦ મળતા થશે જેના કારણે ડેરી તરફથી વાર્ષિક 15 કરોડનું વધુ ચૂકવણું પશુપાલકોને મળતું થશે. તેવું ડેરીના ચેરમેન વલમજી હુંબલએ જાહેર કરેલી જાણકારીમાં જણાવ્યુ હતું.

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરી દ્વારા દૂધના ભાવોમાં ઘટાડો નહીં પરંતુ વધારો કરી અને પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવ્યો છે. આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી ૧ તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવ્યું છે.

ADVERTISEMENT

તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરહદ ડેરી દ્વારા ઉચ્ચ ગુણવતાયુક્ત સરહદ દાણ નિયમિત પશુઓને ખવડાવું જોઈએ અને બહારના ખોળ ભુસાથી દૂર રહી અને પશુઓના આરોગ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

(કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT