Kutch News: કચ્છમાં પવનચક્કીમાં પવનચક્કીમાં આગ લાગવાની વધુ એક ઘટના- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: કચ્છમાં અવારનવાર પવનચક્કીમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. આજે વધુ એક ઘટના સામે આવી છે. કચ્છમાં માંડવી ખાતે આજે વહેલી સવારે પવનચક્કી સળગવા લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. હાલ તો આ આગેને કાબુમાં કરવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે. સાથે જ રાહતની વાત એ પણ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આવી ઘટના અગાઉ લઈ ચુકી છે અબોલ જીવોનો ભોગ

કચ્છમાં વધુ એક પવનચક્કીમાં આગનો બનાવ સામે આવ્યો છે, માંડવીના આસરાણી ગામના સીમાડામાં આજે વહેલી સવારે પવનચક્કીમાં લાગી આગ હતી. આજે વહેલી પરોઢ જ્યારે ગ્રામ જનોએ ગામના સીમાડે આવેલી પવનચક્કીમાં શોર્ટસર્કિટ થતાં જોઈ ત્યાર બાદ અચાનક જ પવન ચક્કી સળગવા લાગી અને પવન ચક્કીના વિશાળ પાંખડા પર સળગવા લાગ્યા હતા. પવનચક્કીમાં લાગેલી આગ દૂર દૂર સુધી જોવા મળી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભય ફેલાઇ ગયો હતો. જોકે સદભાગ્યે ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ. જિલ્લામાં અગાઉ પણ અનેક વખત પવનચક્કીમાં આગના બનાવ બની ચુક્યા છે અને એક વખત પવનચક્કી એ પશુપક્ષીઓ ના પણ ભોગ લીધા છે. કચ્છમાં પવન ચક્કીમાં લાગતી આગની ઘટના ચિંતા જનક રીતે વધી છે.

(કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT