Kutch News: કોમ્યુનિટી હેલ્થ ઓફીસર વિનાનું હેલ્થ સેન્ટર, ગુજરાતના સરહદી વિસ્તારના લોકોને હાલાકી
Kutch News: ગુજરાતમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ ગંભીર હોવાના અવારનવાર અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે ગુજરાતના કચ્છના સરહદી વિસ્તારમાં હેલ્થ સેન્ટર કોમ્પ્યુનિટી હેલ્થ ઓફિસર જ…
ADVERTISEMENT
Kutch News: ગુજરાતમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ ગંભીર હોવાના અવારનવાર અહેવાલો સામે આવી ચુક્યા છે ત્યારે ગુજરાતના કચ્છના સરહદી વિસ્તારમાં હેલ્થ સેન્ટર કોમ્પ્યુનિટી હેલ્થ ઓફિસર જ નથી તેવી હકીકત પણ સામે આવી છે. આરોગ્યની સુવિધાને અભાવે આ વિસ્તારોમાં લોકો ઘણી બધી સમસ્યાઓથી સતત પરેશાન રહેતા હોય છે.
લોકોને ૧૫૦ km અંતર કાપી ખાનગી હોસ્પિટલમાં લેવી પડે છે સારવાર
કચ્છના સરહદી ગામોમાં આરોગ્ય સુવિધાના અભાવે લોકોને ૧૫૦ km અંતર કાપી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. કચ્છમાં આરોગ્ય સુવિધાની કથળતી હાલત આમ તો નવી વાત નથી પરંતુ રાજ્યના સરહદી જિલ્લાના ગામોમાં આરોગ્ય સુવિધાના અભાવે અનેક બાળકો કુપોષણના શિકાર બન્યા હતા એ તાજેતર સામે આવ્યું હતું. હાલ રાપર તાલુકાના સણવા ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છેલ્લા લાંબા સમયથી રાપર હેલ્થ ઓફિસ ખાતે ડેપ્યુટેશનમાં નોડેલ તરીકે ચાર્જ લઈને બેઠા છે અને આસપાસ ગામ લોકો આરોગ્ય સેવાની હાલાકી ભોગવવી રહ્યા છે. આખું રણકાંધીનું સણવા ગામ હાલાકી ભોગવવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આસપાસની નાની મોટી વાંઢના લોકો પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી સારવારના મળતા પરત ફરી રહ્યા છે. આ બાબતમાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી લોકોની હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે.
હાલ જિલ્લામાં હેલ્થ ઓફિસરની ઘટ છે. જેના કારણે અમુક જગ્યા ઇન્ચાર્જથી કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર કાર્યરત છે અને મોટા ભાગના ગ્રામ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર બંધ અથવા ડોકટરો વિનાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT