Kutch: કચ્છમાં સોનાની શોધમાં ખોદકામ કરતા ગામ લોકોને ધોળાવીરા જેવું આખું નગર મળ્યું
Kutch News: ગુજરાતનો કચ્છ જિલ્લો જૈવવિવિધતા અને ઐતિહાસિક વારસાથી ભરપૂર છે, અત્યાર સુધી અહીં હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો વિવિધ સ્થળોએથી મળી આવ્યા છે,
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કચ્છમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામમાં હડપ્પન સભ્યતાના અવશેષો મળ્યા.
ગામના લોકો સોનું છુપાયું હોવાનું સમજીને ખોદકામ કરી રહ્યા હતા ત્યારે પ્રાચીન નગરના અવશેષો મળ્યા.
નવું સ્થળ પુરાતત્વીય જગ્યાની રચના ધોળાવીરા જેવી જ હોવાની પુરાતત્વવિદે જણાવ્યું.
Kutch News: ગુજરાતનો કચ્છ જિલ્લો જૈવવિવિધતા અને ઐતિહાસિક વારસાથી ભરપૂર છે, અત્યાર સુધી અહીં હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો વિવિધ સ્થળોએથી મળી આવ્યા છે, પરંતુ હાલમાં હજારો વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોએ સૌને ચોંકાવી દીધા છે.
ધોળાવીરાથી 50 કિમી દૂર મળ્યું પ્રાચીન નગર
હડપ્પન યુગના ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામમાં સોનું છુપાયેલું છે. આ આશા સાથે લગભગ પાંચ વર્ષ પહેલા ગામના કેટલાક લોકોએ મળીને સોનું શોધવા માટે ખોદકામ શરૂ કર્યું હતું, પરંતુ તેમને સોનાને બદલે હડપ્પન યુગની સભ્યતાનાની એક કિલ્લેબંધીવાળી વસાહત મળી આવી, ગામના લોકોએ આ વિશે ધોળાવીરા હડપ્પન સાઈટના જૂના ગાઈડ જેમલ મકવાણાને જાણ કરી. તેમણે જોયું તો તે પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે એકદમ ધોળાવીરાની હડપ્પા સભ્યતાની જેમ દેખાતા અવશેષો હતા. જેમલભાઈ મકવાણાએ તરત જ ASIના ભૂતપૂર્વ ADG અને પુરાતત્વવિદ્ અજય યાદવનો સંપર્ક કર્યો, જેઓ હાલમાં ઓક્સફર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના રિસર્ચ સ્કોલર છે. પુરાતત્વવિદ્ અજય યાદવ અને તેમના પ્રોફેસર ડેમિયન રોબિન્સન, બંને ઓક્સફર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના રિસર્ચ સ્કોલર છે. બંને આર્કિયોલોજીસ્ટ કચ્છ પહોંચ્યા અને આ પુરાતત્વીય સ્થળની મુલાકાત લીધી.
આ પણ વાંચો: લો બોલો! દર્દી હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઇને ભાગી ગયો
ગ્રામજનો પથ્થરનો ઢગલો માનતા હતા તે પ્રાચીન નગર હતું
પુરાતત્વવિદ્ અજય યાદવ અને પ્રોફેસર ડેમિયન રોબિન્સને જણાવ્યું કે, નવા સ્થળ પુરાતત્વીય જગ્યાની રચના ધોળાવીરા જેવી જ છે, આ જગ્યાએથી કેટલાક વધુ પથ્થરો કાઢીને તેમને ઘણા અવશેષો મળ્યા છે જે હડપ્પન યુગના હતા. અગાઉ આ સ્થળને વિશાળ પથ્થરોનો ઢગલો ગણીને ગ્રામજનો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી, ગ્રામજનોએ વિચાર્યું હતું કે અહીં મધ્યકાલીન કિલ્લો છે અને અહીં ખજાનો દટાયેલો છે, પરંતુ જ્યારે અમે તેની તપાસ કરી તો અમને હડપ્પન કાળની વસાહત મળી, જ્યાં આશરે 4,500 વર્ષ પહેલાં એક સંપૂર્ણ સંસ્કૃતિનું શહેર હતું. અમે જાન્યુઆરીમાં આ સ્થળની શોધ કરી અને તેને “મોરોધારો” (ગુજરાતી શબ્દ જેનો અર્થ ઓછો ખારું અને પીવાલાયક પાણી) નામ આપ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો: Giga Bhammar Viral Video: ચારણ, દલિત બાદ ગીગા ભમ્મરે દરબારોને પણ લપેટ્યાં, વધુ એક બફાટનો વીડિયો વાયરલ
હજારો વર્ષ પહેલા શહેર જમીનમાં દટાયાનું આશંકા
પુરાતત્વવિદ્ અજય યાદવના જણાવ્યા મુજબ, ખોદકામથી મોટી સંખ્યામાં હડપ્પનકાળના વાસણો મળ્યા છે, જે ધોળાવીરા ખાતે મળેલા પુરાતત્વીય સ્થળ જેવા જ છે, જે અંતમાં હડપ્પન (2,600–1,900 BCE) (1,900–1,300 BCE) તબક્કાના છે. બંને પુરાતત્વવિદોનું કહેવું છે કે વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ મહત્વની માહિતી મળશે પરંતુ આ હેરિટેજ સાઈટ વિશેની અમારી સૌથી મહત્વની શોધ એ છે કે મોરોધારો અને ધોળાવીરા બંને સમુદ્ર પર નિર્ભર હતા અને આ સ્થળ રણની ખૂબ નજીક હોવાથી તે યોગ્ય છે. માની લો કે ધોળાવીરાની જેમ આ શહેર પણ હજારો વર્ષ પહેલાં જમીનમાં દટાઈ ગયું અને પછી રણ બની ગયું.
સંશોધન દરમિયાન થઈ શકે અન્ય ખુલાસા
પુરાતત્વવિદોના મતે આ વસાહત હડપ્પન યુગની છે. હાલમાં પુરાતત્વવિદોએ આ સ્થળે વિગતવાર સંશોધન અને ખોદકામની માંગણી કરી છે અને આ ખોદકામથી હડપ્પન યુગ વિશે ઘણી વધુ મહત્વની માહિતી પ્રાપ્ત થવાની ધારણા છે. જો સ્થાનિક પુરાતત્વવિદો અને ધોળાવીરા સાઇટના ગાઇડ જમાલભાઇ મકવાણા અને નાથુભાઇએ આ અંગે માહિતી ન આપી હોત તો આ પુરાતત્વીય સ્થળની માહિતી વિશ્વ સમક્ષ ન આવી હોત.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'લગ્નના આધારે નોકરીમાંથી છુટા કરી શકાય નહીં', મહિલાઓના હિતમાં Supreme Court નો મોટો ચુકાદો
પુરાતત્વવિદ જે.પી જોશીએ પણ કર્યો હતો સર્વે
ધોળાવીરાના અવશેષો મળ્યા ત્યારે 1967-68માં પુરાતત્વવિદ્ જે.પી.જોશીએ ધોળાવીરાની 80 કિલોમીટરની ત્રિજ્યામાં સર્વે હાથ ધર્યો હતો.તેમણે આજુબાજુમાં હડપ્પન સાઈટ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. આ પછી 1989 અને 2005 ની વચ્ચે ધોળાવીરા ખોદકામ દરમિયાન, પુરાતત્વીય નિષ્ણાતોએ પણ આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી, પરંતુ તેમ છતાં કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે જ્યારે ગ્રામજનોએ ખજાનો શોધવાનું શરૂ કર્યું ત્યારે હડપ્પન યુગનો એક અમૂલ્ય અવશેષ મળ્યો.
ADVERTISEMENT
(કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT