કચ્છની ખાવડા સરહદે RE પાર્કના 13 મજૂરના બોગસ આધારકાર્ડ બનાવાયા, રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા
કૌશિક કાંટેચા.કચ્છઃ ખાવડાના પ્રતિબંધિત બોર્ડર વિસ્તારમાં આવેલા રિન્યુએબલ એનર્જી પાર્કમાં સામાન્ય માણસને જવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. તેવામાં સરહદની સુરક્ષા સાથે ચેડા થયાની ઘટના…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ ખાવડાના પ્રતિબંધિત બોર્ડર વિસ્તારમાં આવેલા રિન્યુએબલ એનર્જી પાર્કમાં સામાન્ય માણસને જવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. તેવામાં સરહદની સુરક્ષા સાથે ચેડા થયાની ઘટના સામે આવી છે, RE પાર્કમાં અદાણી દ્વારા સોલાર પ્લાન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. જે કામ પેટા કોન્ટ્રાકટમાં હરિયાણાના ગુડગાંવની અવિન્યા બિલ્ડર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીને આપવામાં આવ્યું છે. સરહદી વિસ્તારમાં કામ કરવા મજુરો ન મળતા હોવાથી કંપની દ્વારા ગુડગાંવથી 20 મજુરોને ખાવડા લવાયા હતા.
કંપનીના જ માણે બનાવી આપ્યા કાર્ડ
સરહદના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ માટે આધારકાર્ડની જરૂરી હતું. જે પરપ્રાંતીય મજુરો પાસે ન હતા. કંપનીમાં કામ કરતા અજયકુમાર રામસુરતસિંહે મજુરોને પોતાના આધારકાર્ડ બનાવી આપ્યા હતા. કામદારોએ આધારકાર્ડમાં નામ સહિતની વિગતો ખોટી હોવાનું કહેતા કર્મચારીએ આજથી આ નામથી તમે કામ કરજો તેવું કહ્યું હતું. ત્યારબાદ પરવાનગી માટે અદાણીની વેબસાઈટ પર ઓનલાઈન પ્રોસેસ કરતા 13 મજૂરોની પરવાનગી ખોટા આધારકાર્ડને કારણે રદ થઇ હતી. જેથી કંપનીએ મજુરોને પરત જવાનું કહ્યું હતું.
એક તરફ અંબાણી પરિવારમાં લક્ષ્મીના જન્મથી ખુશીઃ બીજી બાજુ અરવલ્લીમાં લક્ષ્મી ત્યજી દેવાઈ
પોલીસની પુછપરછમાં બહાર આવ્યું કૌભાંડ
ગુડગાંવથી કામ કરવા આવેલા મજુરોએ ઘરે જવા માટે કંપનીના કર્મચારી પાસે પૈસાની માંગણી કરતા કંપનીએ હાથ ઊંચા કરી લીધા હતા. જેથી કામદારો ખુદ ખાવડા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ માલદેભાઈ હમીરભાઈ સોલંકીને સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. ત્યારબાદ ખાવડા પોલીસે અવિન્યા બિલ્ડર્સ કંપનીના અજયકુમાર રામસુરતસિંહને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કર્મચારીએ જણાવ્યું કે કંપનીના માલિક અભિષેકસિંહ અવધબિહારી મંડલે 13 કામદારોના ખોટા આધારકાર્ડ બનાવી પીડીએફ કંપનીના પાર્ટનર મોનુંકુમાર રામવિનય ઠાકુરને મોકલી હતી. જેની કલર પ્રિન્ટ કઢાવી કંપનીના કર્મચારી દ્વારા કામદારોને આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ખુદ ખાવડા પોલીસે ફરિયાદી બની આંતરરાષ્ટ્રીય સરહદ પરના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ મેળવવા બોગસ આધારકાર્ડ બનાવનાર કંપનીના માલિક, પાર્ટનર અને કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT