3 મહિના થવા છતા ગાંધીનગરથી કચ્છ સુધી આ યુનિવર્સિટીના કુલપતિનું નામ નથી પહોંચ્યું
કૌશિક કાંટેચા.કચ્છઃ સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી રાજ્ય સરકારની ઉપેક્ષાના કારણે હવે ફરી કુલપતિ વિહોણી બનશે. કચ્છ યુનિવર્સિટીના…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી રાજ્ય સરકારની ઉપેક્ષાના કારણે હવે ફરી કુલપતિ વિહોણી બનશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જયરાજસિંહ જાડેજાની મુદ્દત પૂર્ણ થવા પર છે અને નવા કુલપતિની નિમણૂક માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ મહિના અગાઉ ત્રણ સભ્યોની નિમણૂક કરી તેમના નામ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા હતા પરંતુ કુલપતિની મુદ્દત પૂર્ણ થવા આવી છે ત્યાં સુધી સરકાર દ્વારા આ કમિટીના ચેરમેનની નિમણૂક ન થતાં હવે કચ્છ યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ પર નિર્ભર થશે.
કચ્છ યુનિવર્સિટીમાં શૈક્ષણિક મુશ્કેલીઓની હરોળ ખૂબ લાંબી છે તેમાં એક ન સંધાય ત્યાં તેર તુટે જેવો તાલ થાય છે. આ વિશાળ સરહદી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની ભરમાર ઊભી છે તેની વચ્ચે જ હવે કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિની મુદ્દત પૂર્ણતાના આરે હોવા છતાં પણ નવા કુલપતિના કોઈ ઠેકાણા નથી. યુનિવર્સિટીના હાલના કુલપતિ ડૉ. જયરાજસિંહ જાડેજાની મુદ્દત ગુરુવારે 4 મેના રોજ પૂર્ણ થઈ રહી છે.
Manipur Violence: સરકારનું કડક વલણ, દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા
નવા કુલપતિ પસંદ કરવા યુનિવર્સિટી કક્ષાએ મહિનાઓ પહેલેથી સર્ચ કમિટીની રચના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિયમાનુસાર યુનિવર્સિટીની એજ્યુકેશનલ કાઉન્સિલ અથવા એકેડમિક કાઉન્સિલમાંથી એક સભ્ય, રાજ્યની કોઈ અન્ય એક યુનિવર્સિટીના કુલપતિ અને યુનિયન ગ્રાન્ટ્સ કમિશનના પ્રતિનિધિની નિમણૂક કરી રાજ્ય સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરવા સર્ચ કમિટીના ચેરમેન એવા ચોથા સભ્યની નિમણૂક માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જો કે હાલના કુલપતિની મુદ્દત પૂર્ણતાના આરે પહોંચી છે ત્યાં સુધી હજુ રાજ્ય સરકાર દ્વારા ચોથા સભ્યની નિમણૂક કરવામાં આવી નથી.
ADVERTISEMENT
યુનિવર્સિટી દ્વારા 24 જાન્યુઆરીના રાજ્ય સરકારને સર્ચ કમિટીના ચેરમેનની નિમણૂક માટેની ફાઈલ મોકલાઈ હતી પરંતુ આજે ત્રણ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા કચ્છ યુનિવર્સિટીની સતત ઉપેક્ષાના કારણે આજે યુનિવર્સિટીમાં અનેક સમસ્યાઓ ઊભી છે. 2018થી રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીના નિર્ણયો લેવામાં અગત્યની ભૂમિકા ભજવતા સેનેટ સભ્યોની નિમણૂક પણ કરવામાં આવી નથી. કચ્છ યુનિવર્સિટીમાં પીએચડીના એડમિશન, એક્સટર્નલ કોર્સ, નવા પ્રોફેસર કર્મચારીઓની ભરતી જેવા અનેક મુદ્દાઓ લટકી રહ્યા છે. તેવામાં કાયમી કુલપતિ વગર આ સમસ્યાઓનો ઉકેલ લાવવો અશક્ય બની જશે.
વડગામમાં ચોરીની શંકામાં ઢોર માર મારીને યુવકનો જીવ લઈ લીધો
હાલ કુલપતિની મુદ્દત પૂર્ણતાના આરે આવી જતા હવે યુનિવર્સિટી દ્વારા ચાર ડીનના નામ ઇન્ચાર્જ કુલપતિ માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યા છે. જેમાંથી કોઈ એકના નામ પર સરકાર મોહર લગાવશે. રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી કાયમી કુલપતિ માટેની સર્ચ કમિટીના ચેરમેનની નિમણૂક નહીં થાય ત્યાં સુધી હવે યુનિવર્સિટી કાર્યકારી કુલપતિના ભરોસે ચાલશે.
ADVERTISEMENT
ADVERTISEMENT