1000ની વસ્તુ ધરાવતું કચ્છનું ધોરડો સમગ્ર વિશ્વમાં છવાયું, બેસ્ટ ટુરિઝમ વિલેજમાં ભારતનું એકમાત્ર ગામ
Kutch Dhordo Village: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ‘ધ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન’ UNWTOની જનરલ એસેમ્બલીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ વર્ષના બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર…
ADVERTISEMENT
Kutch Dhordo Village: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ‘ધ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન’ UNWTOની જનરલ એસેમ્બલીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ વર્ષના બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં ભારતમાંથી એકમાત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં 54 નામ ઉમેરાતા હવે આખા વિશ્વના બેસ્ટ ટુરિઝમ ગામમાં કુલ 190 ગામ થઈ ગયા છે. આ વર્ષે 260 ગામની અરજીમાંથી કચ્છના ધોરડોની પસંદગી કરવામાં આવી છે.
ધોરડોને વિશ્વ કક્ષાનું સન્માન
કચ્છનું રણ એ ગુજરાતની આગવી ઓળખ છે. સફેદ રણમાં પ્રતિ વર્ષ ગુજરાત સરકાર દ્વારા યોજાતા રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લે છે. આજે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા દ્વારા આ ગામને બહુમાન મળતા સમગ્ર કચ્છમાં ગર્વની લાગણી છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ X સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યુ કે, “ખૂબ આનંદની વાત છે કે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપણા ગુજરાતના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી ધોરડોમાં રણોત્સવનું આયોજન શરૂ થયું છે, જે થકી ધોરડો સહિત સમગ્ર કચ્છને વૈશ્વિક ટુરિઝમ નકશામાં આગવું સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને “વસુધૈવ કુટુમ્બકમ” નો મંત્ર સાકાર કરી રહ્યા છે. પ્રવાસન વિભાગને ખૂબ-ખૂબ શુભકામનાઓ”.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણ ઉત્સવ શરૂ થશે. આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળવીરા આકર્ષણનું નવું કેન્દ્ર બનશે. વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને એમની સંસ્કૃતિને સમજે એ સાથે ધોળવીરાનું સમાવેશ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT